Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Updated: સોમવાર, 17 ઑગસ્ટ 2026 (11:49 IST)
નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિર- ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના ટોચ પર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના( Nagchandreshwar Mahadev Temple)  દર્શન કરાશે. આ મંદિર વર્ષમાં માત્ર એક દિવસ નાગપંચમી માટે જ ખોલવામાં આવે છે. 

નાગચંદ્રેશ્વર મંદિર એ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું એક રહસ્યમય અને પૌરાણિક મંદિર છે, જે સુપ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પરિસરના ત્રીજા માળે આવેલું છે。આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર નાગ પંચમીના દિવસે 24 કલાક માટે ભક્તોના દર્શન માટે ખુલે છે

નાગચંદ્રેશ્વર ભગવાનથી થશે ત્રિકાળ પૂજા 

શ્રી મહાંકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિના પ્રશાસક ગણેશ કુમાર ધાકદના મુજબ નાગપંચમી પર માગચંદ્રેશ્વર ભગવાનની ત્રિકાળ પૂજા કરાશે. 
 

એવી છે નાગચંદ્રેશ્વર ભગવાનની મૂર્તિ 

મહાકાલ મંદિરમાં સ્થિત નાગચંદ્રેશ્વર ભગવાનની મૂર્તિ 11મા સદીની છે. આ મૂર્તિમાં ફન ફેલાવી બેસેલા નાગના આસન પર શિવજીની સાથે દેવી પાર્વતી બેસી છે. શકયત દુનિયામાંથી એક માત્ર એવી મૂર્તિ છે જેમાં શિવજી નાગ શૈય્યા પર બેસેલા છે. આ મંદિરમાં શિવજી, માતા પાર્વતી, શ્રી ગણેશજીની સાથે જ સપ્તમુખી નાગ દેવ છે. સાથે બન્નેના વાહન નંદી અને સિંહ પણ બેસેલા છે. શિવજીના ગળા અને બાજુઓમાં નાગ લપટાયેલા છે. 
 

આશરે 300 વર્ષ જૂનો છે મહાકાળ મંદિર 

મહાકાલેશ્વર જ્યોર્તિલિંગનો ઈતિહાસ હજારો વર્ષો જૂનો છે. પ્રાચીન શાસ્ત્રોમાં પણ મહાકાલેશ્વરની ચર્ચા છે. પણ મહાકાળ મંદિરની વર્તમાન બિલ્ડીંગ આશરે 250 થી 300 વર્ષ જૂની છે. મુગલોના સમયમાં મહાંકાળ મંદિરને નાશ કરી નાખ્યો હતો. પછી મરાઠા રાજાઓએ મહાંકાળ મંદિરના નિર્માણ ફરીથી કરાવ્યા હતા. 
 
મહાંકાળેશ્વર જ્યોર્તિલિંગ છે દક્ષિણમુખી 
દ્વાદશ જ્યોર્તિલિંગમાં મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ એક માત્ર દક્ષિણમુખી છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં આ મંદિરનો નંબર ત્રીજો છે. દક્ષિણમુખી હોવાના કારણે મહાંકાળના દર્શનથી મૃત્યુના ડર અને બધા કષ્ટ દૂર થઈ જાય છે. મહાંકાળ મંદિરમાં રોજ સવારે ભસ્મ આરતી કરાય છે. આ મંદિરની સૌથી ખાસ વાત છે. જૂના સમયમાં આ વિસ્તારને મહાંકાળ વન કહેવાતા હતા. સ્કંદ પુરાણના અવંતી ખંડ, શિવપુરાણ, મત્સ્ય પુરાણની સાથે બીજી ગ્રંથમાં પણ મહાંકાળ વનના વિશે જણાવ્યુ છે. મંદિરના સૌથી ઉપર તળ ભગવાન નાગચંદ્રેશ્વર મંદિર સ્થિત છે.  

Edited By- Monica sahu 

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments