અશોક કુમાર
|
પોતાની ઈચ્છા ન હોવા છતાં ફિલ્મી દુનિયામાં પગ મુકનારા અશોક કુમાર માટે ફિલ્મો પૈસા કમાવવાનું માધ્યમ ઓછુ અને મિશન વધુ હતી. તેમણે પોતાની જાતને અહંકારથી હંમેશા દૂર રાખ્યો. ત્યારે તો તે સૌના પ્રિય બની રહ્યા. અને આ દુનિયામાંથી વિદાય થતાં સુધી લોકોની પ્રેરણા બની રહ્યા.
મૂળ બંગાળી બ્રાહ્મણ પરિવારના આ મહાનાયકને વાસ્તવિક જીવન અને ફિલ્મોમાં જુદાં જુદા નામોથી ઓળખવામાં આવે છે. મોટાભાગના લોકો તો તેમને દાદામુનિના નામથી જ ઓળખે છે. અને જાહેરમાં તો તેઓ અશોક કુમારના નામે ઓળખાય છે. પણ ઘરમાં તો તેમને કુમુદલાલ કહીને પણ બોલાવે છે.
મધ્યપ્રદેશના હરદા ગામમાં પોતાનું બાળપણ વીતાવનારા અશોકકુમારે ખંડવાની ગલીયોમાં પણ બહુ મસ્તી કરી હતી, કારણકે તેમના વકીલ પિતાજી ત્યાં સુધી હરદાં છોડી ખંડવા આવી પહોંચ્યાં હતા. દાદામુનિના શબ્દોમાં ખંડવાની સંસ્કૃત શાળા, સત્ય નારાયણ મંદિર,ધૂનીવાળા બાબાનું આશ્રમ અને રેલવે સ્ટેશન પારની મહેતા સ્કુલ કદી નહી ભૂલ પાઉંગા. જ્યાં મેં મારા બાળપણના અને કિશોરાવસ્થાના મહત્વપૂર્ણ દિવસો વિતાવ્યા. દાદામુનિ પોતાના લાખો ચાહકોને છોડીને જતાં રહ્યા પણ તેમની વાતો અને તેમનો અભિનય સદા વિસ્મરણીય રહેશે.
અશોકકુમાર ગાંગુલી કે જેમની ઈચ્છા ફિલ્મોમાં આવવાની તો નહોતી જ પણ હિમાંશુ રાયના કહેવાથી તેમણે એકાદ બે ફિલ્મો શુ કરી તે તો બોલીવુડના જ થઈને રહી ગયા. તેમને માટે તેમના જીવનની પ્રત્યેક ફિલ્મ ખૂબ મહત્વની રહી. તેમને કદી પણ ફિલ્મોની પસંદગી કરવામાં કોઈ ભેદભાવ નહી કર્યો.
તે જાણવા છતાં કે અમુક ફિલ્મો નહી ચાલી શકે તો પણ તે પોતાના દોસ્તોના કહેવાથી તે ફિલ્મ સાઈન કરી લેતા હતા. અને તે ફિલ્મ માટે પણ એટલી જ મહેનત કરતાં હતા, જેટલી તે બીજી ફિલ્મો માટે કરતા. કદી પણ તે તૈયારી કર્યા વગર સેટ પર નહોતા જતાં.
દાદામુનિએ હંમેશા ફિલ્મોમાં અભિનય કરતાં સમયે વેશભૂષાને વધુ મહત્વ આપ્યું, કારણકે તેમનું કહેવું હતુ કે વેશભૂષા માત્રથી જ અડધી સફળતા દેખાય છે. કારણકે વેશભૂષા પાત્રનો પહેલો પરિચય આપે છે. સંવાદ અને અભિનય દ્વારા તો ચરિત્રને પૂરી રીતે પછી જીવાય છે.
દાદામુનિએ આમ તો જીંદગીમાં હજારો ફિલ્મો કરી, પણ તે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી 'અછૂત કન્યા' ને કદી નહી ભૂલાવી શક્યા. તેમને કહ્યું હતુ કે 'અછૂત કન્યા' એ તો મારી માતાજીને પણ રડાવી દીધી હતી. થયુ એવું કે મારી માતાજીએ આ ફિલ્મ જોઈ અને રેલવે ક્રોસિંગ પર મારી લડાઈનો અને સામેથી આવતી રેલનું દ્રશ્ય જોઈને ઘબરાઈને રડી પડી.
દાદામુનિ અનુશાસિત અભિનયને વધુ પસંદ કરતા હતા. તે કહેતા હતા કે ફિલ્મોમાં અભિનયની બારીકાઈયો પર વધુ ધ્યાન આપવું જોઈએ. તેમના મુજબ અભિનય કરતા પહેલા જો રિહર્સલ કરવામાં આવે તો કલાકારમાં પરિપક્વતા આવે છે.
તે આ વાતથી બહુ નારાજ અને અસંતુષ્ટ રહેવા લાગ્યા કે આજના સમયમાં ફિલ્મોમાં અભિનય ઓછો અને અંગ પ્રદર્શન વધુ થઈ ગયુ છે. આમ છતાં તે નવી પેઢીના કોઈ સારા કલાકારના વખાણ કરતાં થાકતાં નહોતા. દાદામુનિ કહેતા હતા કે ફિલ્મોમાં કેટલીક વાતોમાં પાછળ પડવા છતાં નવી પેઢીના કલાકારોમાં ગજબની પ્રતિભા જોવા મળે છે.
દાદામુનિ એક ફિલ્મી મહાનાયક હોવાની સાથે સાથે એક સારા હોમ્યોપૈથિક દાક્તર પણ હતા. 'ચલતી કા નામ ગાડી' માં અશોકકુમાર, અનૂપકુમાર અને કિશોર કુમાર, આ ત્રણે સગાં ભાઈયોએ અનોખો અભિનય જોઈને લોકોને આશા હતી કે તેમને આ ત્રિપુટીની લાંબી ફિલ્મ શ્રૃખંલા જોવા મળશે. પરંતુ દુર્ભાગ્યવશ અનૂપ કુમાર અને કિશોર કુમાર અધવચ્ચે જ સંગાથ છોડીને જતાં રહ્યાં તેથી જ તો દાદામુનિને પોતાનો મોટા હોવાની વાત હંમેશા ખૂંચતી રહી.
અશોક કુમાર 10 ડિસેમ્બર 2001 ના રોજ પોતાના ચાહકોને છોડીને હંમેશા માટે આ દુનિયાથી ચાલ્યા ગયા. પણ તેમની બહુ બધી યાદો છોડી ગયા. બોલીવુડને કદાચ ફરી આવો મહાન કલાકાર નહી મળે.