ઐશ્વર્યા રાય
તે પહેલા ડોક્ટર બનવા માંગતી હતી. જો કે તેનું સપનું પૂરૂ ન થયું અને તે ડોક્ટરના બદલે મોડેલ બની ગઈ. તેણે નવમા ધોરણમાં હતી ત્યારે પહેલીવાર મોડેલીંગ કરતા કેમલીન પેન્સીલની જાહેરાતમાં કામ કર્યુ. તેણે ક્યારેક આર્કિટેક્ટ બનવાનું પણ સપનું સેવ્યું હતું. પરંતુ તે બની ગઈ ફિલ્મ અભિનેત્રી. કદાચ તેના કારકિર્દી અંગેના તેના સપના પૂરા થયા હોત તો ફિલ્મ રસીકો દેવદાસ કે હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મો ન નીહાળી શક્યા હોત. અભિષેક, સલમાન અને વિવેક વચ્ચે તેને લઈને કોઈ વાદવિવાદ થયો ન હોત.
હા, આપણે વાત કરી રહ્યા છિએ મિસ વર્લ્ડનો ખિતાબ હાંસલ કરનાર સુપર મોડેલમાંથી અભિનેત્રી બનનાર ઐશ્વર્યા રાયની. બોલીવૂડના અભિનેતાઓ જ નહીં પરંતુ લાખો દિલોની ધડકન એવી ઐશ્વર્યા રાયનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ મેંગ્લોર ખાતે થયો હતો.
હાલ બોલીવૂડની ટોપની એક્ટ્રેસ બની ચૂકેલી ઐશ્વર્યાએ નાનપણમાં ક્યારેય ફિલ્મોમાં અભિનય વિષે વિચાર્યુ નહોતું. સ્કૂલ કોલેજના દિવસોમાં તેણે માત્ર ટાઈમપાસ માટે જાહેરાતોમાં કામ કર્યુ. તેના લીધે ધીમે ધીમે તે ગ્લેમર વર્લ્ડની નજીક આવતી ગઈ.
1994માં તેને મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો અને વિશ્વ સુંદરી બન્યા બાદ તો ફિલ્મોમાં કામની ઓફર ન મળે તો જ નવાઈ.
દક્ષિણ ભારતની ફિલ્મ ઈરૂવર દ્વારા તેણે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. તે જ વર્ષે તેણે ઔર પ્યાર હો ગયા દ્વારા બોલીવૂડમાં પ્રવેશ કર્યો. તેને તેની પહેલી હિન્દી ફિલ્મ માટે શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત થયો.
તે અરસામાં બોલીવૂડની ટોપની હિરોઈનો ગણાતી માધુરી દિક્ષીત, જૂહી ચાવલા અને શ્રીદેવીએ થોડા થોડા સમયના અંતરે સ્વૈચ્છીક નિવૃત્તિ સ્વીકારતા ટોપની અભિનેત્રીનું સ્થાન ખાલી પડ્યું. ઐશ્વર્યાએ તેના દેખાવ અને અભિનયક્ષમતા દ્વારા તે સ્થાન પર કબજો જમાવ્યો અને પછી તો જાણે કે બોલીવૂડની અભિનેત્રીઓમાં ઐશ્વર્યાનું એકચક્રી શાસન છવાઈ ગયું.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બોલીવૂડમાં ઘણી નવોદિત અને પ્રતિભાશાળી અભિનેત્રીઓનું આગમન થયું છે પરંતુ કોઈપણ અભિનેત્રી ઐશ્વર્યાના સ્થાનને હલાવી શકી નથી. અભિનેત્રી તરીકે ઐશ્વર્યાને પહેલા જ વર્ષે શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો. સંજય લીલા ભણસાલીની હમ દિલ દે ચૂકે સનમ દ્વારા ઐશ્વર્યા પ્રેક્ષકોના દિલોદિમાગમાં વસી ગઈ તો સુભાષ ઘાઈની તાલ દ્વારા ઐશ્વર્યા ફિલ્મ નિર્દેશકોની પ્રિય પાત્ર બની.
ઐશ્વર્યાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આગમન કર્યુ છે ત્યારથી તે કોઈને કોઈ કારણસર લોકચર્ચા અને ફિલ્મ ગોસીપમાં છવાયેલી રહી છે. આ બાબતમાં પણ તેને નંબર વનનું વણજોઈતું સ્થાન મળ્યું છે. ક્યારેક સલમાન, ક્યારેક વિવેક તો ક્યારેક અભિષેક સાથેના કથિત પ્રેમસંબંધો હોય કે પછી ક્યારેક સલમાન સાથે ફોન પર વાતચીતનું ટેપનું મિડીયા દ્રારા લીકેજ હોય અથવા તો ફોરેનથી પાર્સલ દ્રારા વિદેશી નાણા આવ્યાનો કિસ્સો, ઐશ્વર્યા સમાચાર માધ્યમોમાં છવાયેલી જ રહે છે.
ઐશ્વર્યાએ બ્રાઈડ એન્ડ પ્રીજ્યુડાઈસ જેવી વિદેશી ફિલ્મમાં પણ કામ કર્યુ છે અને તેનું લક્ષ્ય હોલીવુડ હોવાનું માનવામાં આવે છે. જો કે તે પોતે ક્યારેય ભારતીય ફિલ્મો છોડશે નહીં તેવું જણાવે છે. ઐશ્વર્યાએ તેના સૌંદર્ય દ્રારા હિન્દી ફિલ્મોને આંતરરાષ્ટ્રીય મંચ પર પહોંચાડી છે. અનેક વિદશી પત્રીકાઓની કવર ગર્લ તરીકે ચમકી ચૂકેલી ઐશ્વર્યાના ઈન્ટરવ્યુ માટે દેશવિદેશની ચેનલો પડાપડી કરતી રહે છે.
ઐશ્વર્યા ભલે સાચા ખોટા કારણસર મિડીયામાં ચમકતી હોય પરંતુ તે તેના અભિનય માટે તો મહેનત કરે જ છે તે વાતમાં કોઈ બેમત ન હોઈ શકે. દેવદાસના ગીત ડોલા રે ડોલાના શૂટીંગમાં ઈજાગ્રસ્ત થવા છતા તેણે ગીતનું શૂટીંગ પૂરૂં કર્યું. હિન્દી ફિલ્મોની સૌથી મોંઘી અભિનેત્રી ગણાતી ઐશ્વર્યા દક્ષિણ એશિયાની નંબર વન અભિનેત્રી તરીકે પણ જાણીતી છે. લંડનના મેડમ તુસાદ મ્યુઝીયમ સુદ્ધાએ તેની નોંધ લઈને તેની પ્રતિમા પ્રસ્થાપિત કરી છે.