દેવીકા રાની
હિન્દી ફિલ્મોની પહેલી અભિનેત્રી એવી દેવીકા રાનીના ફિલ્મ જગતમાં યોગદાનને વિસરાવવું મુશ્કેલ જ નહીં અશક્ય છે. જે સમયે ભારતીય મહિલાઓ પરંપરા અને રીતરીવાજ તેમજ રૂઢીચુસ્તતાને લીધે ઘરની ચાર દિવાલો વચ્ચે પણ ઘૂંઘટો તાણીને રહેતી તેવા સમયે દેવીકા રાનીએ ફિલ્મોમાં કામ કરવાનું અદમ્ય સાહસ કર્યું.
તેમને તેમના અભિનયની સાથે તેમના અપ્રતિમ સૌંદર્ય માટે પણ હંમેશા યાદ કરવામાં આવે છે. વિશાખાપટ્ટનમમાં જન્મેલી દેવીકા રાની રવિન્દ્રનાથ ટાગોરના પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. દેવીકા રાનીના પિતા કર્નલ એમ.એન. ચૌધરી મદ્રાસના પહેલા જનરલ સર્જન હતા. માતા લીલા ચૌધરીની આ લાડલી દિકરીએ 1920ના દાયકામાં શાળા શિક્ષણ પૂરૂ કર્યા બાદ નાટ્ય શિક્ષણ ગ્રહણ કરવા લંડન તરફ પ્રયાણ કર્યુ. ત્યાં તેણે રોયલ એકેડમી ઓફ ડ્રામેટીક આર્ટ અને રોયલ એકેડમી ઓફ મ્યુઝીક નામની સંસ્થાઓમાં એડમિશન લીધું. બંને જ સંસ્થાઓમાં દેવીકાને સ્કોલરશીપ પ્રાપ્ત થઈ. દેવીકાએ લંડનમાં આર્કિટેક્ચર, ટેક્સટાઈલ અને ડેકોર ડિઝાઈનનો પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ તે એલિઝાબેથ આર્ડનમાં કામ કરવા લાગી.
લંડનમાં અભ્યાસ દરમ્યાન દેવીકાની મુલાકાત હિમાંશુ રાય સાથે થઈ. હિમાંશુએ દેવીકાને લાઈટ ઓફ એશિયા નામના તેમના પ્રથમ પ્રોડક્શન માટે સેટ ડિઝાઈનર તરીકે કામ આપ્યું. 1929માં દેવીકા રાની અને હિમાંશુ રાયે લગ્ન કર્યા.
લગ્ન પછી હિમાંશુ રાયને જર્મનીના પ્રખ્યાત યુ.એફ.એ. સ્ટુડિયોમાં એ થ્રો ઓફ ડાઈસ નામની ફિલ્મમાં નિર્માતા તરીકે કામ મળી ગયું અને તેઓ પત્ની દેવીકા સાથે જર્મની જઈ વસ્યા. તે ગાળામાં ભારતીય ચલચિત્ર જગત પણ વિકાસની દિશામાં ગતિશીલ થઈ રહ્યું હતું. તેથી હિમાંશુ રાય પોતાના દેશમાં ફિલ્મ નિર્માણના સપના સાથે પત્ની દેવીકાને લઈને ભારત આવી ગયાં.
સ્વદેશ આવતા જ હિમાંશુ રાયે ફિલ્મોનું નિર્માણ કાર્ય શરૂ કર્યુ અને તેમાં અભિનેત્રી તરીકે તેમની પત્ની દેવીકા રાનીને તક આપી. 1933માં રીલીઝ થયેલી કર્મા ફિલ્મ હિટ જતા લોકો રાનીને અભિનેત્રીના બદલે સિને તારીકા તરીકે ઓળખવા લાગ્યા. આ રીતે દેવીકા ભારતીય સિનેમાની પહેલી મહિલા અભિનેત્રી બની.
આગળ જતા દેવીકા રાનીએ પતિ સાથે મળીને ભારતના સૌ પ્રથમ ફિલ્મ સ્ટુડીયોમાંથી એક ગણાતા બોમ્બે ટોકીઝ સ્ટુડિયોની સ્થાપના કરી. બોમ્બે ટોકીઝને તે વખતે જર્મનીથી ખરીદીને મંગાવાયેલા અત્યાધુનિક ઉપકરણોથી સુસજ્જ કરવામાં આવ્યું.
દેવીકા રાનીના માધ્યમથી અશોક કુમાર, દિલીપ કુમાર, મધુ બાલા જેવા જાણીતા કલાકારોએ બોમ્બે ટોકીઝમાં કામ કર્યુ. દેવીકા રાનીના માર્ગદર્શન હેઠળ અછૂત કન્યા, કિસ્મત, શહીદ, મેલા જેવી લોકપ્રિય ફિલ્મોનું નિર્માણ થયું. તેમાંથી અછૂત કન્યા તેમાં એક બ્રાહ્મણ યુવક અને અછૂત કન્યા વચ્ચેના પ્રેમ પ્રસંગના કથા બીજને લીધે ચર્ચાસ્પદ રહી.
1940માં હિમાંશુ રાયનું મૃત્યુ થતા બોમ્બે ટોકીઝની સઘળી જવાબદારી દેવીકા રાની પર આવી પડી. દેવીકા રાનીએ તેમના સ્ટુડીયોના કામકાજને આગળ વધારવા આકરી મહેનત કરી. પરંતુ 1943માં સશધર અને અશોક કુમાર તેમજ અન્ય કેટલાક વિશ્વાસુ લોકોએ બોમ્બે સ્ટુડિયો સાથેનો સંબંધ તોડી નાખતા તેઓ મુશ્કેલીમાં મુકાયા.
બોમ્બે સ્ટુડિયોમાંથી જુદા થયેલા લોકોએ ફિલ્મીસ્તાન નામના એક નવા સ્ટુડિયોની સ્થાપના કરી. તેના પરિણામે દેવીકા રાનીએ ફિલ્મોના નિર્માણથી અળગા થવું પડ્યું. 1945માં દેવીકાએ રશિયન ચિત્રકાર સ્વેતોસ્લાવ સાથે લગ્ન કરીને બેંગ્લોરમાં વસવાનો નિર્ણય લીધો.
1958માં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે દેવીકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું. 1970માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું.