ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

totke
Last Modified સોમવાર, 26 માર્ચ 2018 (00:31 IST)
જો તમે ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો આ સહેલા ઉપાયો અજમાવો

- જો ઘરમાં પુષ્કળ કમાણી થવા છતા પૈસો ટકતો ન હોય તો દરેક શનિવારે કાળા કૂતરાને સરસિયાનુ તેલ લગાવેલ રોટલી ખવડાવો. ઘરમાં પૈસાની કમી ક્યારેય નહી આવે.

- જો કોઈ જરૂરી કાર્યમાં સફળતા જોઈતી હોય તો એક લીંબૂ પર 4 લવિંગ ખૂંપાવી દો અને ૐ શ્રી હનુમતે નમ: મંત્રનો જાપ 21 વાર જાપ કરીને તે લીંબૂને તમારી સાથે લઈ જાવ, તમારુ કામ બની જશે.
money
- જો નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યુ છે, તમારા બોસ તમારાથી ખુશ નથી તો રોજ ચકલી સામે 7 પ્રકારના અનાજ નાખો. તેને તમે પાર્ક કે અગાશી પર ચકલીને ખાવા માટે નાખી શકો છો.

- જો કોઈ કામ ઘણા દિવસોથી રોકાયેલુ પડ્યુ છે તો નથી થઈ રહ્યુ તો ગણેશ ચોથના દિવસે ગણપતિ બાપાને લવિંગ અને સોપારીથી પૂજા કરો. જ્યારે ક્યારેય પણ કામ પર જવુ હોય તો એક લવિંગ અને સોપારી તમારી પાસે મુકી રાખો કામના સમયે લવિંગને તમારા મોઢામાં મુકી દો અને ચુસો. આ દરમિયાન 'જય ગણેશ કાપો ક્લેશ'નો જાપ કરતા રહો. ઘરે આવીને સોપારીને પરત ગણેશજીના ફોટો સામે મુકી દો. એક વાત ધ્યાન રાખો કે ફોટોમાં ગણેશજીની સૂંઠ જમણી બાજુ વળેલી હોવી જોઈએ.
- જો તમારા પર કોઈ કર્જ છે અને તમે તેને પરત કરી શકવામાં અસમર્થ છો તો મંગળવારે શિવ મંદિરમાં શિવલિંગ પર મસૂરની દાળ ચઢાવતા ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમ: મંત્રનો જાપ કરો. .

- જો ઘરમાં ખર્ચ ઓછા થવાનુ નામ ન લઈ રહ્યા હોય તો હાથમાં કાળી તલ લઈને તેને ઘરના બધા લોકોના માથા ઉપરથી ઉતારીને તેને ઘરના ઉત્તર દિશામાં ફેંકી દો.

- ઘરમાં સુખ સમૃદ્ધિ માટે પાકા માટીના માટલાને લાલ રંગથી રંગીને, તેના મોઢા પર લાલ નાડી બાંધીને, ચોટલીવાળુ નાળિયેર મુકીને વહેતા જળમાં પ્રવાહિત કરી દો.

- જો તમે ઘરમાંથી અનિષ્ટને દૂર કરવા માંગતા હોય અને ધનનો લાભ ઈચ્છતા હોય તો કાચી ધાણીના તેલના દીવામાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો.

- ઘનલાભનો એક ટોટકો એ છે કે તમે ઘરમાં લક્ષ્મી માતાના ફોટો સામે નવ દીપકવાળો ઘી નો દીવો સળગાવો.

- ઘન લાભ અને સુખ સમૃદ્ધિ માટે લોખંડના વાસણમાં પાણી, ખાંડ, ઘી અને દૂધ મિક્સ કરીને પીપળાના ઝાડની જડમાં નાખો.


આ પણ વાંચો :