શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2016 (17:54 IST)

ઓનલાઇન ડેટીંગ

અમેરિકામાં તાજેતરમાં જ કરાવવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશમાં ઓનલાઈન ડેટીગ હવે સંબંધોબનાવવાના નવા વિકલ્પ તરીકે છે. સંબંધો વિકસિત કરવામાં ઓનલાઈન ડેટીગની ચાવીરૃપ ભૂમિકા છે. આધુનિક સમયમાં ઓનલાઈન ડેટીગનો ક્રેઝ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. યુવક યુવતીઓ મોટાભાગે ઓનલાઈન મારફતે જ એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે. 
 
યુનિર્વસિટી ઓફ રોસેસ્ટરના મનોવૈજ્ઞાનિકોની એક ટીમે અભ્યાસ કર્યા બાદ શોધી કાઢયું છે કે મિત્રો મારફતે મુલાકાતની પરંપરા હવે જૂની થઈ ચૂકી છે. ઓનલાઈન ડેટીગ હવે સંબંધો મજબૂત કરવામાં અગ્રણી છે. યુવક યુવતીઓ ઓનલાઈન મારફતે જ એકબીજાને તમામ માહિતી આપી દીધા બાદ નજીક આવી રહ્યા છે. 
 
સંશોધકોના પાંચ સંશોધકો પૈકી એકે કહ્યું છે કે ઓનલાઈન ડેટીગ ચોક્કસપણે હવે સંબંધોમાં એક નવા વળાંક તરીકે છે. સાઈકોલોજીકલ સાયન્સ ઇન ધ પબ્લિક ઇનટ્રેસ્ટમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન ડેટીગ મારફતે એક વખતમાં અને એક જ સમયમાં લોકો પાસે અનેક વિકલ્પો આવી જાય છે. જો કે સંશોધકોના જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન ડેટીગથી નુકશાન પણ છે.
 
ઓનલાઈન લવના ધણા નિરાશાજનક પરિણામ પણ મળી ચૂકયા છે. આમા કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન ડેટીગથી બંને પક્ષો વચ્ચે એકબીજા માટે મહત્વકાંક્ષાઓ વધી જાય છે. બંને પક્ષો ધણી બિનજરૃરીઅપેક્ષાઓ રાખે છે જેથી સંબંધોમાં તિરાડ પડવામાં પણ સમય લાગતો નથી. ભૂતકાળમાં લોકો કહેતા હતા કે જોડા સ્વર્ગમાં બને છે પરંતુ આધુનિક સમયમાં આ ક્ષેત્રમાં ક્રાંતિ આવી ચૂકી છે. ઓનલાઈન ડેટીગ સંબંધો બનાવવાના નવા માધ્યમ તરીકે છે.