Jivantika vrat - જીવંતિકા વ્રત કર્યા પછી આ કામ કરવાથી જ પૂજાનો પૂર્ણ ફળ મળે છે
ગુરુવાર, 28 જુલાઈ 2022 (18:01 IST)
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી. કથા પૂર્ણ થયા પછી માતાની આરતી કરવી આ છે માતા જીવંતિકાની આરતી.