Daily Horoscope
✕

27KM નુ માઈલેજ, સનરૂફ, કિમંત 5.70 લાખથી શરૂ, દેશની સૌથી વધુ વેચાનારી SUV

Updated: ગુરુવાર, 5 નવેમ્બર 2026 (17:09 IST)
tata punch turbo SUV
ફાઈનેંસિયલ ઈયર 2027 (FY2027) ના પહેલા છ મહિનામાં (H1) ભારતીય બજારમાં સબ-4-મીટર સબ-કોમ્પેક્ટ SUV શ્રેણીએ તેની મજબૂત ગતિ જાળવી રાખી છે. નાણાકીય વર્ષ 2026 માં 14.7 લાખ યુનિટનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાવ્યા પછી, આ સેગમેન્ટનું વેચાણ એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 ની વચ્ચે 8,13,657 યુનિટ પર પહોંચી ગયું છે, જે વાર્ષિક ધોરણે (YoY) 28 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. આમાં દેશની સૌથી લોકપ્રિય ટાટા SUV પૈકીની એકનો સમાવેશ થાય છે, જેના માટે કંપનીનો દાવો છે કે તે 26.99 કિમી સુધીનું માઇલેજ આપી શકે છે. અમે ટાટા પંચ વિશે વાત કરી રહ્યા છીએ. આ પછી, લોકોએ મોટી સંખ્યામાં ટાટા નેક્સન, મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ, મારુતિ સુઝુકી બ્રેઝા ખરીદ્યા.
ALSO READ: દિવાળી પર ખરીદો આ 6 સૌથી વધુ માઈલેજવાળી હાઈબ્રિડ કાર, જાણો કોણ આપે છે સૌથી વધુ માઈલેજ ?

નંબર 1 પર કાબેજ Tata Punch

Tata Punch એ નાણાકીય વર્ષ 2027 ની પહેલી છ માસિકમાં (H1) મા કુલ 1,23,287 યૂનિટ્સનુ વેચાણ નોંઘાવ્યુ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં વેચાયેલા 73,455 યુનિટની સરખામણીમાં આ વાર્ષિક ધોરણે 68 ટકાનો જંગી વધારો દર્શાવે છે. આ સમગ્ર યાદીમાં કોઈપણ કાર દ્વારા નોંધાયેલો આ સૌથી મોટો ઉછાળો છે. ટાટા મોટર્સની ત્રણેય વેરિઅન્ટ - પેટ્રોલ, CNG અને ઇલેક્ટ્રિક (EV) - માં કાર વેચવાની મલ્ટી-પાવરટ્રેન વ્યૂહરચના ગ્રાહકોને આકર્ષવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ છે. વધુમાં, જાન્યુઆરી 2026 માં લોન્ચ કરાયેલ તેના નવા ફેસલિફ્ટ મોડેલે નવા દેખાવ અને આધુનિક સુવિધાઓ સાથે કારના રાઇડ અને હેન્ડલિંગ સંતુલનને વધુ મજબૂત બનાવ્યું છે.
 

દેશની સૌથી પસંદગીની માઈક્રો-SUV

Tata Punch એક  5-સીટર માઇક્રો-SUV છે જે નાના હેચબેકના કોમ્પેક્ટ કદ, ઊંચી સીટિંગ પોઝીશન, ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને મસ્ક્યુલર SUV દેખાવનું બેસ્ટ કોમ્બીનેશન આપે છે. 2021 માં તેના પ્રથમ લોન્ચ પછી, તે કંપનીનું પ્રાથમિક વાહન બની ગયું છે. તેના નવા અપડેટેડ મોડેલમાં સુધારેલ એક્સટીરિયર ડિઝાઇન, પહેલા કરતા વધુ કેબિન સુવિધાઓ અને નવું દમદાર ટર્બો-પેટ્રોલ એન્જિન જોડવામાં આવ્યુ છે. ભારતીય બજારમાં, Tata Punch ની એક્સ શો રૂમ કિમંત તેના વેરિઅન્ટ્સ અને પાવરટ્રેનના આધારે ₹5.70 લાખ અને ₹10.67 લાખની વચ્ચે છે,  
 

આ મોડલ કોની માટે છે બેસ્ટ ?

 જે લોકો ખાસ કરીને શહેરના ભારે ટ્રાફિકમાં વાહન ચલાવે છે, તેમના માટે સ્ટાન્ડર્ડ પેટ્રોલ મોડેલ સૌથી સીધો અને અનુકૂળ વિકલ્પ છે. જેમને દૈનિક મુસાફરીમાં ભારે મુશ્કેલી પડે છે, તેમના માટે CNG વેરિઅન્ટ આદર્શ છે. જોકે, જેઓ હાઇવે પર હાઇ-સ્પીડ અને દમદાર પ્રદર્શન પસંદ કરે છે, તેમના માટે નવું ટર્બો-પેટ્રોલ વેરિઅન્ટ બેસ્ટ ચોઈસ છે.
 

કેબિન સ્પેસ, બૂટ સ્પેસ અને અદ્યતન સુવિધાઓ

Tata Punch નું કેબિન ખૂબ ઊંચું છે, જેમાં લાર્જ વિંડો અને હાઈ સીટિંગ પોઝિશન છે. આનાથી ડ્રાઇવરને બહારના રસ્તાનો એકદમ સ્પષ્ટ દેખાય છે અને કેબિન તેની વાસ્તવિક લંબાઈ કરતા ઘણી મોટી લાગે છે. આના પેટ્રોલ વેરિઅન્ટમાં 366-લિટરનો બૂટ સ્પેસ(ડિક્કી) મળે  છે. બીજી બાજુ  CNG મોડેલમાં Tata ની પેટન્ટ કરાયેલ ટ્વીન-સિલિન્ડર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જેમા બે નાના સિલિંડરને જમીન નીચે ફિટ કરવામાં આવ્યા છે. જેથી ડિક્કીમાં સામાન મુકવા માટે ખાલી સ્પેસ મળી શકે. 

ALSO READ: Vivo એ 10,000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો
 
ટાટા પંચમાં 10.2  ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડ્રાઇવર માટે 7  ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ (AC), વાયરલેસ મોબાઇલ ચાર્જર અને પાછળના મુસાફરો માટે રીઅર એસી વેન્ટ્સ, AI વોઇસ-આસિસ્ટેડ ઇલેક્ટ્રિક સનરૂફ, 360 -ડિગ્રી કેમેરા અને બ્લાઇન્ડ-સ્પોટ મોનિટરિંગ સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને નવું સ્ટાઇલિશ ટુ-સ્પોક ઇલ્યુમિનેટેડ સ્ટીયરિંગ વ્હીલ જેવી સુવિધાઓ છે.
 

વધુ જુઓ..

ગુલાબજાંબુને નરમ અને રસદાર બનાવવા માટે ચાસણીમાં ઉમેરો આ એક વસ્તુ, જાણો સરળ રીત

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Easy paan mukhwas recipe - દિવાળીમાં 10 મીનીટમાં બનાવો પાન નો મુખવાસ

દિવાળીની મીઠાઈ માટે પરફેક્ટ ચાસણી બનાવવાની સરળ રીત, આ ટિપ્સ ખાસ યાદ રાખો!

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ
Show comments