Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિર ખાન કરી રહ્યા છે ત્રીજા લગ્ન, 5 જુલાઈના રોજ પ્રાઈવેટ સેરેમનીમં ગૌરી સ્પ્રૈટને બનાવશે પત્ની

વેબ દુનિયા ફીચર ટીમ
ગુરુવાર, 4 જૂન 2026 (13:21 IST)
Aamir Khan
 આમિર ખાન ત્રીજા લગ્નની તૈયારીઓમાં લાગી ગયા છે. આમિર ગર્લફ્રેંડ ગૌરી સ્પ્રૈટ સાથે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. આમિર ખાન સાથે જોડાયેલા નિકટના સૂત્રોએ આ સમાચારની ચોખવટ કરી છે.  સૂત્રોએ લગ્નની તારીખ પણ કન્ફર્મ કરી દીધી છે. આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટને પોતાની દુલ્હન બનાવવાની તારીખ 5 જુલાઈ પસંદ કરી છે.  એવુ બતાવાય રહ્યુ છે કે આ લગ્ન ખૂબ જ સાદગીથી થશે અને તેમા ફક્ત નિકટના લોકો જ સામેલ થશે. ગૌરી અને આમિર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મિસ્ટર પરફેક્શનિસ્ટએ ગૌરી સાથે પોતાના સંબંધોને માર્ચ 2025માં સાર્વજનિક કર્યા હતા.   
ALSO READ: અક્ષય કુમાર અને ગોવિંદાને સ્ટાર બનાવનારા દિગ્ગજ ફિલ્મ મેકર પહલાજ નિહલાનીનુ નિધન, 76 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

કોણ છે ગૌરી સ્પ્રૈટ ? 

 
 ગૌરી સ્પ્રેટ બેંગલુરુની રહેવાસી છે અને પોતાના જીવનનો મોટાભાગનો સમય ત્યાં જ રહી છે. લિંક્ડઇન પ્રોફાઇલ પર આપેલી માહિતી મુજબ, ગૌરીએ બ્લુ માઉન્ટેન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી ફેશન સંબંધિત કોર્ષ કર્યો. વધુમાં, તેણીએ લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાંથી સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીમાં FBA પૂર્ણ કર્યું. 2025માં મીડિયા સાથેની મુલાકાતમાં, ગૌરીએ ખુલાસો કર્યો કે તે હવે આમિર ખાનના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહી છે. તેના અંગત જીવન વિશે, ગૌરીને 6 વર્ષનો પુત્ર છે. આમિર ખાન સાથે તેનો પરિચય નવો નથી, પરંતુ 25 વર્ષ જૂનો છે. તેઓએ લગભગ બે વર્ષ પહેલા ડેટિંગ શરૂ કર્યું હતું.
 

આમિર ખાનના પહેલા લગ્ન

 
આમીર ખાનના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. 1986માં થયેલા આ લગ્ન ગુપ્ત કોર્ટ લગ્ન હતા. આશ્ચર્યજનક રીતે, આમિર ખાને લગ્નમાં એક રૂપિયો પણ ખર્ચ કર્યો ન હતો. રીના દત્તા સાથે આમિરના લગ્ન લગભગ 16 વર્ષ ચાલ્યા અને 2002માં તેમના છૂટાછેડા થયા. રીના અને આમિરના બે બાળકો, આયરા અને જુનૈદ ખાન છે.
 

આમિર ખાનના બીજા લગ્ન

ALSO READ: ગુજરાતી જોક્સ- સાચું બોલો
આમિર ખાને 2005 માં ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા. તેમને કિરણથી એક પુત્ર, આઝાદ રાવ ખાન છે. આમિર અને કિરણના લગ્ન લગભગ 15 વર્ષ ચાલ્યા, અને પછી, 2021 માં, તેમણે તેમના અલગ થવાના સમાચારથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Essay World Environment Day- વિશ્વ પર્યાવરણ દિવસ

મૂડ સ્વિંગથી પરેશાન છો? આ 5 યોગાસનો દરરોજ કરો, મન રહેશે શાંત અને સંતુલિત

આ Cooking Oils છે આરોગ્ય માટે ખતરનાક, ઝડપથી વધારે કોલેસ્ટ્રોલ, તરત જ રસોડામાંથી હટાવો

માલપુઆ બનાવવાની સરળ ગુજરાતી રેસીપી

વરસાદમાં ભીંજાતા પહેલા આ 6 મહત્વપૂર્ણ બાબતો જરૂર જાણી લો, નહીં તો પડી શકે છે તકલીફ

આગળનો લેખ
Show comments