Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાપ-બેટીની જોડીનો નેટફ્લિક્સ પર બ્લાસ્ટ, ધુરંધર ધ રિવેંજ અને ભૂત બંગલાને પછાડીને બની નંબર 1

કલ્યાણી દેશમુખ
મંગળવાર, 30 જૂન 2026 (17:57 IST)
નેટફ્લિક્સની લેટેસ્ટ ટોપ 10 ફિલ્મોની લિસ્ટ સામે આવી  ગઈ છે. દરેક વખતની જેમ આ વખતે પણ અનેક મોટી અને હિટ ફિલ્મો આ લિસ્ટમાં સામેલ છે. પણ સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે બોક્સ ઓફિસ પર ગદર મચાવનારી ફિલ્મ ધુરંધર - ધ રિવેંજ મૂવી નેટફ્લિક્સ પર યુઝર્સની પહેલી પસંદ નથી. અક્ષય કુમારની હસાવનારી અને ડરાવનારી મૂવી ભૂત બંગલા પણ નંબર વન આવતા રહી ગઈ છે. જેના સ્થાન પર એક એવી ફિલ્મ ટોપ પર છે જેમા લવ એંગલથી વધુ પિતા પુત્રીની જોડી કમાલ બતાવી રહી છે.  
ALSO READ: LPG થી લઈને Aadhaar સુધી, 1 જુલાઈથી બદલાય જશે 6 જરૂરી નિયમ, જાણો તમારા ખિસ્સા અને રોજબરોજની જીંદગી પર શુ પડશે અસર

થિયેટરમાં રિલીઝ થયા પછી, ફિલ્મે OTT પ્લેટફોર્મ પર પણ પ્રભુત્વ જમાવ્યું.

 
આ યાદીમાં ટોચ પર "બ્લાસ્ટ" છે. "બ્લાસ્ટ" એ 2026 ની તમિલ એક્શન થ્રિલર ફિલ્મ છે, જે સુભાષ કે. રાજના દિગ્દર્શન તરીકેની શરૂઆત છે. AGS એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ નિર્મિત, આ ફિલ્મમાં અર્જુન, અભિરામી અને પ્રીતિ મુકુંદન મુખ્ય ભૂમિકામાં છે. અર્જુન અને પ્રીતિ મુકુંદન પિતા અને પુત્રીની ભૂમિકા ભજવે છે. જોન કોક્કેન, વિવેક પ્રસન્ના, અર્જુન ચિદમ્બરમ, દિલીપન અને પવન પણ મુખ્ય ભૂમિકાઓ ભજવે છે.

આ ફિલ્મ એક એવા પરિવારની સ્ટોરી  કહે છે જેનું જીવન એક ખતરનાક કોર્પોરેટ સિન્ડિકેટના કાવતરાને કારણે તૂટી પડવા લાગે છે. તેનું શૂટિંગ ઓગસ્ટ 2025 અને ફેબ્રુઆરી 2026 ની વચ્ચે થયું હતું. 28 મે, 2026 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ અને હવે નેટફ્લિક્સ પર લોકપ્રિય હિટ છે. "બ્લાસ્ટ" એ રૂ.18 કરોડના બજેટમાં રૂ. 76 કરોડની કમાણી કરી.
ALSO READ: મુંબઈમાં દુ:ખદ અકસ્માત: સ્કૂલ બસ પર અચાનક ઝાડ પડ્યું, એક વિદ્યાર્થીનું દુઃખદ મોત, ચાર ઘાયલ

નેટફ્લિક્સ ટોપ 10 માં કઈ ફિલ્મનો સમાવેશ થાય છે?

 
નેટફ્લિક્સ ના નવીનતમ રેન્કિંગમાં "બ્લાસ્ટ" નંબર વન પર છે. "રાજા શિવાજી" બીજા નંબર પર છે, ત્યારબાદ "વોઈસમેલ્સ ફોર ઈસાબેલ" ત્રીજા નંબર પર, "ભૂત બાંગ્લા" ચોથા નંબર પર, "ધુરંધર: ધ રીવેન્જ" પાંચમા નંબર પર, "લિટલ બ્રધર" છઠ્ઠા નંબર પર, "મા બેહન" સાતમા નંબર પર, "કારા" આઠમા નંબર પર, "29" નવમા નંબર પર અને "હસબેન્ડ્સ ઇન એક્શન" દસમા નંબર પર છે. આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે દર્શકો આ વખતે ફક્ત મોટા નામો કે હોરર-એક્શન ફિલ્મો જ શોધી રહ્યા નથી. તેના બદલે, તેઓ ભાવનાત્મક તત્વો ધરાવતી આકર્ષક વાર્તાઓ અને કથાઓ શોધી રહ્યા છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ઉપવાસ માટે શક્કરિયા ગુલાબ જામુનની રેસીપી

Rain Shayari- વરસાદના ટીપાં કંઈક એવું કહી જાય,

શાક વધારે તીખું થઈ ગયું? ચિંતા નહીં, 2 મિનિટમાં સ્વાદ સંતુલિત કરશે આ સરળ ટ્રિક્સ

વરસાદમાં ભીના થયા પછી તરત જ કરો આ 5 કામ; રોગોથી દૂર રહેશો

આરોગ્યની દ્રષ્ટિએ ભેંસનુ દૂધ કે ગાયનુ દૂધ, કયુ દૂધ છે વધુ લાભકારી ?

આગળનો લેખ
Show comments