Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shahrukh Khan ને ૨૭મીએ વડોદરા કોર્ટમાં હાજર રહેવા સમન્સ

ગુરુવાર, 13 જુલાઈ 2017 (17:56 IST)
રઈશ ફિલ્મના પ્રમોશન વખતે વડોદરા રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટનાની તપાસ કરવા સામાજિક કાર્યકરે કરેલી અરજીના પગલે કોર્ટે શાહરુખ ખાનને તા. ૨૭મી અદાલતમાં હાજર રહેવા સમન્સ કાઢ્યું છે. શાહરુખ જવાબદાર હોવાના પૂરતા પુરાવા હોવાનું તપાસ અધિકારીએ કોર્ટમાં જણાવ્યું હતું. રઈશ ફિલ્મના પ્રમોશન માટે અભિનેતા શાહરુખ ખાન તેની ટીમ સાથે અગસ્તક્રાંતિ-રાજધાની એક્સપ્રેસ મારફતે તા. ૨૩મી જાન્યુઆરીએ મુંબઈથી દિલ્હી જવા નીકળ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર રાતે ૧૦.૩૯ મિનિટે ટ્રેન આવી હતી. શાહરુખને જોવા માટે લોકોની ભારે ભીડ પ્લેટફોમ નં. ૬ પર થઈ હતી. ટ્રેન ઉપડવાની તૈયારી થતાં લોકોએ શાહરુખને જોવા માટે દોડધામ કરી મૂકી હતી. દરમિયાન ધક્કામુક્કીમાં દબાઈ જતાં વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતા ફરીદખાન હબીબખાન પઠાણનું મોત નીપજ્યું હતું, જ્યારે બે પોલીસ કર્મચારીઓને ઇજા થઈ હતી. આ બનાવની રેલવે પોલીસ અધિક્ષકે ડીવાયએસપીને તપાસ સોંપી હતી. બીજી તરફ ઘટનાને લઈ એક સામાજિક કાર્યકરે કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ડીવાયએસપીએ રેલવેના નિયમોનો શાહરુખે ભંગ કર્યો હોવાથી તેની સામે ગુનો દાખલ કરવાના પુરાવા છે તેવું જણાવ્યું હતું. જેને અદાલતે ગંભીરતાથી લઈ કોર્ટે તા. ૨૭મી જુલાઈએ શાહરુખ ખાનને અદાલતમાં હાજર રહેવા સમન્સ કાઢ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મલાઈકા શેરાવત વિરુદ્ધ પણ અત્રેની કોર્ટમાં ફરિયાદ દાખલ થતાં તેની વિરુદ્ધ પણ સમન્ય કાઢવામાં આવ્યું હતું.
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Rice Paper Laphing Recipe: મસાલેદાર ચટણી સાથે સ્વાદિષ્ટ રાઈસ પેપર લાફિંગ બનાવો, રેસીપી નોંધી લો

Jalebi Fafda Recipe- જલેબી-ફાફડા ઘરે બનાવો, તેનો સ્વાદ એવો છે કે તમને વારંવાર ખાવાનું મન થશે.

Period Cramp- પીરિયડસ ક્રેમ્પથી રાહત મેળવવા માટે તમારા માસિક ધર્મ દરમિયાન આ 2 યોગાસનો કરો

50 પ્લસ વાળી મહિલાઓએ વજન ઘટાડવા માટે રોજ કેટલું ચાલવું જોઈએ ? આટલા સ્ટેપ્સ ચાલવાથી થશે વેટ લોસ

આ રીતે બનાવો ચટપટી પાવ- ભાજી- Pav Bhaji

આગળનો લેખ
Show comments