Daily Horoscope
✕

કોણ છે થલાપતિ વિજયની લેડી લક, જેની સાથે જોડાયુ કિસ્મત કનેક્શન, જન્મદિવસ પર જ મળ્યો જીતનો શાનદાર ઉપહાર

Updated: બુધવાર, 6 મે 2026 (11:22 IST)
4 મે એ તમિલનાડુના રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક હતો, જેના પડઘા દાયકાઓ સુધી ગુંજતા રહેશે. સોમવારે સવારે જ્યારે મતપેટીઓ ખોલવામાં આવી, ત્યારે રાજ્યના રાજનીતિક જમીન પર એક નવો "કમાન્ડર" ઉભરી આવ્યો. થલાપતિ વિજયની તમિલગા વેત્રી કઝગમ બપોરે 1  વાગ્યા સુધીમાં જાદુઈ બહુમતી તરફ મજબૂતીથી આગળ વધી ગઈ હતી. 108  બેઠકોની લીડ સાથે, એ સ્પષ્ટ થઈ ગયું કે પહેલી વાર ચૂંટણી લડી રહેલા વિજય હવે સીધા મુખ્યમંત્રીની ખુરશી તરફ આગળ વધશે. પરંતુ ચૂંટણીના ઘોંઘાટ વચ્ચે, એક ખાસ વ્યક્તિની મૌન પ્રાર્થનાએ સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન ખેંચ્યું. લોકો વિજયની ભવ્ય જીતનો શ્રેય કોઈ ખાસ વ્યક્તિના સારા નસીબ અને આશીર્વાદને આપી રહ્યા છે, જેમણે 4  મેના રોજ પોતાના જીવનનું નવું વર્ષ શરૂ કર્યું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)

 

વિજયની જીત અને તૃષા કૃષ્ણનનુ બર્થડે કનેક્શન   

 
જેમ જેમ વિજયની જીતની તસ્વીરો સ્પષ્ટ થઈ તેમ તેમ સોશિયલ મીડિયા પર દિગ્ગજ અભિનેત્રી તૃષા કૃષ્ણન ટ્રેંડ થવા માંડી. ઉલ્લેખનીય છે કે 4મે ના રોજ તૃષા પોતાનો 43 મો જનમદિવસ ઉજવી રહી છે. વિજયની ઐતિહાસિક રાજનીતિક સફળતા  અને તૃષાના જનમદિવસ એક હોવો. પ્રશંસકો માટે કોઈ ફિલ્મી સંયોગથી ઓછો નથી.  પોતાના ખાસ દિવસે, ત્રિશા ભગવાનના આશીર્વાદ મેળવવા માટે તિરુપતિ મંદિર ગઈ. ફેંસએ મંદિરમાંથી તેના ફોટા અને તેના ચહેરા પરની ચમકને વિજયની જીત સાથે સીધી જોડી દીધી. ઇન્ટરનેટ પર એવી ચર્ચા છે કે વિજયને ત્રિશા તરફથી જન્મદિવસની અસલી ભેટ મળી છે, અને લોકો તેને ત્રિશાનું લેડી લક કહી રહ્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)

 

કેવી રીતે શરૂ થઈ મૈત્રી અને લવ સ્ટોરીની ચર્ચા  ?

વિજય અને ત્રિશાની જોડી  દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી પ્રિય રહી છે. તેમની ગાઢ મિત્રતા હાલની વાત નથી, પરંતુ ઘણા વર્ષો જૂની છે. અહેવાલો અને ફિલ્મી ગપસપ મુજબ, વિજયના અંગત જીવનમાં ઉથલપાથલના અહેવાલો સામે આવ્યા પછી તેમની પ્રેમકથા વધુ લોકપ્રિય બની. છેલ્લા કેટલાક વર્ષોમાં, ત્રિશાનું નામ વારંવાર વિજય સાથે જોડવામાં આવ્યું છે, સાથે વિજય અને તેની પત્ની સંગીતા વચ્ચે છૂટાછેડાની અફવાઓ પણ છે. જો કે તેમણે ક્યારેય પોતાનો સંબંધોનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નથી, ત્યારે જાહેર કાર્યક્રમોમાં તેમની કેમેસ્ટ્રી અને એકબીજા પ્રત્યે આદર હંમેશા આ અફવાઓને વેગ આપે છે.
 

ફિલ્મી પડદા પર એ જાદૂ જેણે બનાવ્યા તેમને પાવર કપલ   

વિજય અને ત્રિશાએ પહેલી વાર 2003 ની ફિલ્મ "ગિલ્લી" માં સાથે કામ કર્યું હતું, જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી, આ જોડીએ "કુરુવી," "તિરુપચી," અને "આધી" સહિત અનેક હિટ ફિલ્મોમાં પોતાનો અભિનય જાદુ શેર કર્યો. તાજેતરમાં, ફેંસ આ  જોડીને  "લિયો" માં વર્ષો પછી  એક સાથે જોઈને ખુશ થયા હતા. તેમની શાનદાર કોમિક ટાઇમિંગ અને સ્ક્રીન પર રોમેન્ટિક કેમિસ્ટ્રીએ તેમને ફેંસને પ્રિય બનાવ્યા છે. હવે, વિજય મુખ્યમંત્રી બનવાની કગાર પર છે, ત્યારે ત્રિશાની તિરુપતિની મુલાકાત તેમના માટે કરવામાં આવેલ જીતની માનતા તરીકે જોવામાં આવી રહી છે. 4 મે વિજય માટે રાજકીય ટર્નિગ પોઈંટ અને ત્રિશા માટે વ્યક્તિગત આનંદનો દિવસ બની ગયો છે.
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

નવરાત્રીના ઉપવાસ માટે ઘરે રાજગીરાના લાડુ કેવી રીતે બનાવશો

ઘૂંટણ પર કેટલુ ભારે પડે છે વધતું વજન ? એક્સપર્ટસ બતાવી રહ્યા છે આર્થરાઈટીથી બચાવમાં કેટલો કારગર છે વેટ મેનેજમેંટ

માત્ર 10 મિનિટમાં તૈયાર કરો ઉપવાસનાં થાલીપીઠ; ઓછી સામગ્રીમાં બનાવો સ્વાદિષ્ટ નાસ્તો

નવરાત્રિ સ્પેશિયલ ઉપવાસનો જાળીદાર ઢોસો અને તાજા નારિયેળની ચટણીની રેસિપી

પ્લેટલેટ્સ માટે પંચામૃત છે આ 5 વસ્તુઓ, ડેંગૂમાં ઝડપથી વધવા માંડશે Platelets

આગળનો લેખ
Show comments