Biodata Maker
✕

હેપી બર્થ ડે દીપિકા

Updated: ગુરુવાર, 5 જાન્યુઆરી 2012 (16:43 IST)

વર્ષ 2011માં ભલે કોઈ યાદગાર ફિલ્મ ન આપી હોય પણ દમ મારો દમના હોટ ડાંસ દ્વારા દીપિકાએ સૌની પ્રશંસા મેળવી હતી. આ ગ્લેમરસ દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ છે. દીપિકા આજે 26 વર્ષની થઈ રહી છે અને આવનારા વર્ષ પ્રત્યે ઘણી આશાઓ સેવી રહી છે.

છેલ્લા બે મહિનાથી તે તેની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હતી પણ આજે પરિવાર અને નિકટના મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે તેણે બ્રેક લીધો છે. અમને સાંભળવા મળેલી વાત અનુસાર, દીપિકાનાં પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજાલા અને નાની બહેન અનિષા, દીપિકાનાં વર્લી સ્થિત નવા ફ્લેટ પર જન્મદિવસની ઉજવણી કરશે.

દીપિકા કહે છે કે તેણે પોતાને આ નવું ઘર ખરીદીને પહેલાથી જ ગિફ્ટ આપી દીધી છે. જન્મદિવસે તે પરિવાર અને મિત્રો સાથે સમય ગાળીને સેલિબ્રેટ કરવા માંગે છે. આજના દિવસે તે ઘરે બનેલું સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવા માંગે છે.

આ દરમિયાન દીપિકાનાં મિત્રો અને કો-સ્ટાર્સ તેને ટ્વિટર પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

ફરહાન અખ્તરે લખ્યુ હતું કે, "હેપ્પી બર્થ ડે.હેપ્પી બર્થ ડે. લવ. લવ. કાર્તિક. કાર્તિક. "
પ્રિયંકા ચોપરાએ તેને વિશ કરતા લખ્યુ હતું કે, "હેપ્પી બર્થ ડે બેબે...હેવ એ સુપર યર..."
અર્જુન રામપાલે ટ્વિટ કર્યું હતું કે, "હેપ્પી બર્થ ડે મોસ્ટ બ્યૂટિફૂલ. ગેટ બેક સુન. વિ મિસ યુ. લવ ઓલવેઝ."

' લફંગે પરિન્દે'માં દીપિકાની સાથે કામ કરનાર અને તેને બહુ જ પસંદ કરનાર નિલે લખ્યુ હતું કે, "મારી ફેવરિટ કો-સ્ટાર અને બહુ જ સારી મિત્રને હું અહીં બહુ જ પ્રેમભર્યા અને ઉત્સાહભર્યા જન્મદિવસની શુભકામના પાઠવું છે. ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ. હંમેશા હસતી રહે."

દીપિકા પોતે પણ આ બધાએ પાઠવેલી શુભકામનાઓથી ખુશ થઈ ગઈ હતી અને તે સૌનો આભાર માન્યો હતો.

તેણે કહ્યુ હતું કે, "તમારા બધાના પ્રેમ અને શુભકામનાઓ માટે અને મારો જન્મદિવસ આટલો ખાસ બનાવવા માટે બધાનો આભાર."

વેબદુનિયા પર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીના ચમચમિયા, જાણો બનાવવાની સરળ ગુજરાતી રીત

Groom Wedding Tradition: લગ્નમાં વરરાજા સફેદ ઘોડા પર સવાર થઈને કેમ આવે છે? જાણો આ સદીઓ જૂની વિધિ પાછળનું ખાસ કારણ.

બિરસા મુંડા વિશે

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

Show comments