Daily Horoscope
✕

હેપી બર્થ ડે રાની મુખર્જી

Published: બુધવાર, 21 માર્ચ 2012 (15:35 IST)

1997 માં 'રાજા કી આયેગી બારાત' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પર્દાપણ કરનારી રાણીને 1998માં આવેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' દ્વારા જ સફળતા મળી હતી.

આ પછી રાણીએ 'સાથિયા' ફિલ્મમાં પોતાના દમદાર અભિનય દ્વારા ટીકાકારોની પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ સહિત ઘણા એવોર્ડ્સ અને નોમિનેશન્સ મળ્યા હતાં.

રાણીએ પણ બોલિવૂડના ત્રણ જાણીતા ખાન સાથે કામ કરીને પોતાનું નામ જમાવી દીધુ હતું. 'ગુલામ'માં આમિર ખાન સાથે, 'હેલ્લો બ્રધર'માં સલમાન ખાન સાથે અને 'કુછ કુછ હોતા હૈ'માં શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે.

તેણે પોતાની કારકીર્દિ દરમિયાન લગભગ દરેક પ્રકારના રોલ કર્યા છે. નાના શહેરની મહત્વકાંક્ષી યુવતીથી લઈને બહેરી-મૂંગી અને અંધ યુવતીની ભૂમિકા. તેણે પોતાના દરેક રોલને સરળતાથી નિભાવ્યા છે અને નોંધપાત્ર અભિનય ક્ષમતાનો પરચો બતાડ્યો છે.

છેલ્લા થોડા વર્ષોમાં તેની નોંધપાત્ર ફિલ્મોમાં 'નો વન કિલ્ડ જેસ્સિકા', 'બ્લેક', 'નાયક', 'યુવા', 'ચલતે ચલતે', 'હમ તુમ' અને 'વિર-ઝારા'નો સમાવેશ થાય છે. અત્યારે તે આમિર ખાન સાથે 'તલાશ' ફિલ્મમાં કામ કરી રહી છે. રાણી સાથે આ ફિલ્મમાં કરિના કપૂર પણ છે.

વેબદુનિયા પર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રોજના પૌંઆ અને ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો રવાથી બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ રવા વડા

પાટણ ના પટોળા ની કિંમત

એકદમ સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને નાસ્તા માટે પરફેક્ટ મિક્સ વેજ ગ્રિલ સેન્ડવિચ રેસિપી

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

સરળ અને સ્વાદિષ્ટ ફિશ ટાકોઝ રેસીપી, 20 મિનિટમાં ઘરે તૈયાર!

Show comments