સંબંધિત સમાચાર
- Kali chaudas 2023 : જાણો કેમ કાળી ચૌદશ (નરક ચતુર્દશી)ના દિવસે શરીર પર તેલ અને ચંદન લગાડવામાં આવે છે
- 21+ Beauty Tips- દિવાળીમાં આ બ્યુટી ટીપ્સ અજમાવીને, ખીલશો ગુલાબની જેમ
- Home Remedies- જાણો નવજાત બાળકના પેટમાં ગેસ શા માટે બને છે? અજમાવો આ ઘરેલૂ ઉપાય
- ડિલિવરી પછી મસાજ ક્યારે અને કેટલા સમય સુધી કરાવવી
- Summer Beauty tips સુંદરતા માટે શું કરવુ જાણો આજના બ્યુટી ટીપ્સ
Baby care tips- ડિલીવરી પછી જરૂર કરાવવી મસાજ, જાણો આ ફાયદા
જે રીતે નાના બાળકો માટે માલિશ જરૂરી છે તે જ રીતે ગર્ભધારણ બાદ સ્ત્રીઓ માટે પણ માલિશ કરવી ખુબ જ જરૂરી છે. આનાથી સ્ત્રીનું શરીર સુગઠિત બને છે. અમે તમને સ્ત્રીઓની માલિશને લગતી થોડીક મહત્વપુર્ણ વાતો જણાવીએ છીએ-
* માસિક ઋતુ તેમજ ગર્ભાવસ્થામાં પેટ તેમજ ગર્ભાશયના ભાગને છોડીને અન્ય સમયમાં આખા શરીરની માલિશ કરવી જોઈએ.
* સ્ત્રીઓએ પોતાના શરીરની માલિશ જાતે ન કરતાં કોઈ જાણીતી દાઈ કે ઘરની અન્ય મહિલા પાસે કરાવો. સ્ત્રીઓ ખુલ્લા સ્થળે માલિશ નથી કરી શકતી એટલા માટે બંધ રૂમમાં પણ પ્રકાશ અને હવાની યોગ્ય વ્યવસ્થા હોવી જરૂરી છે.
* પ્રસુતિ બાદ દોઢ બે મહિના સુધી કોઈ અનુભવી સ્ત્રી પાસે અવશ્ય માલિશ કરાવવી જોઈએ, જેથી રીને પ્રસુતાના શરીરની શિથિલતા અને નબળાઈ દૂર થઈ શકે. ગર્ભના ફેલાવ અને દબાવને કારણે પેટ, કમર અને કુલ્હાની ત્વચા ઢીલી પડી જાય છે જે માલિશથી ફરીથી ચુસ્ત અને સુગઠિત થઈ જાય છે. શરીર પણ ચુસ્ત-દુરસ્ત, સુગઠિત અને શસક્ત થાય છે તેમજ ત્વચા કાંતિપુર્ણ થાય છે.
* જે સ્ત્રીઓની પોતાની દેહયષ્ટિ વધારે સુગઠિત રાખવાની ઈચ્છા હોય તેમણે તો નિયમિત રૂપે માલિશ કરાવવી જોઈએ.આ તેમને માટે હળવો વ્યાયામ પણ છે અને શરીરને પુષ્ઠ, ઠોસ અને સંતુલિત રાખવાનો અચુક ઉપાય પણ.