Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ગરબા વિવાદ શરૂ, ખેલૈયાની સારવાર ન કરવાની ચિમકી ઉચ્ચારી

શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (17:57 IST)
ગુજરાતમાં કોરોના વધતા કેસ વચ્ચે સરકાર નવરાત્રિ દરમિયાન ગરબા માટે છૂટછાટ આપવા અંગે વિચારી રહી છે. તો બીજી તરફ ડોક્ટર એસોશિયન સરકારની આ વિચારણાથી નારાજ હોવા મળી રહ્યું છે.  કારણ કે જો ગરબાની મંજૂરી જોખમી સાબિત થઇ શકે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોશિયને સરકારને ચીમકી ઉચ્ચારી છે કે જો ગરબાની પરમિશન આપવામાં આવી તો અમે ગરબાના કારણે કોરોનાનું સંક્રમણ થનાર ખેલૈયાઓની સારવાર નહીં કરીએ. 
 
હાલ સોશિયલ મીડિયામાં અનેક મેસેજો વાયરલ થયા છે, જેમાં નવરાત્રિ દરમિયાન કોઈ સંક્રમિત થાય તો તેની સારવાર કરવામાં નહી આવે. અમદાવાદ મેડિકલ એસોસિએશન ગરબાની મંજૂરીની વિરૂધ્ધમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોશિયને કહ્યું કે રાજ્ય સરકારે ગરબાની મંજૂરી ન આપવી જોઈએ. તો બીજી તરફ ડેકોરેટર્સ અને ગરબા ઓર્ગેનાઈઝર્સ સામસામે સરકાર પર દબાણ લાવી રહ્યાં છે.
 
ડોક્ટર્સ તરફથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, સરકાર નવરાત્રિની છૂટ આપવાનું વિચારે છે ત્યારે ડોક્ટર્સને પુરો હક છે કે ગરબા રમીને કે ગરબા ગ્રાઉન્ડમાં જઈને કોરોના પોઝિટીવ થયા હોય તો એની સારવાર કરવામાં અસહમતિ કે અસમર્થતા દેખાડી શકે છે.
 
માર્ચ મહિનાથી કોરોના સામે લડવા માટે કોરોના વોરિયરર્સ બનીને ઉભેલા દરેક મેડિકલ પ્રોફેશનની અને તેમની જીંદગીની કંઈક તો કદર અને કીંમત કરો. દર્દીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ પોતાના શોખને પોષવાની અને ભીડમા ધરાર જવાની મૂર્ખાઈને કારણે બની બેઠેલા દર્દીઓની ચાકરી કરવાનું લખાવીને આવ્યા નથી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના મેસેજ જોતાં લાગી રહ્યું છે કે ડોક્ટર્સને ગુસ્સો હોય શકે છે. પરંતુ ડોક્ટરની ફરજ છે કે દર્દીની સારવાર કરવી અને ડોક્ટર કોઈપણ સંજોગોમાં દર્દીની સારવાર કરે જ, પરંતુ સરકારે ગરબાને મંજૂરી આપવી કે નહી તેને લઇને દ્વીખામાં મુકાઇ છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

ગુજરાતી જોક્સ - આળસી

ગુજરાતી રમૂજી જોક્સ- ઓપરેશન

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

આગળનો લેખ
Show comments