શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (15:18 IST)

સૂરતમાં કરોડપતિ બન્યા ઝાડૂ ચોર, આરોપીઓમાં હીરા દલાલ, જમીન દલાલ અને એમ્બ્રોઈડરી કારખાનાનો માલિક..

સુરત શહેરમાં આ એક અજીબ ચોરીની ઘટના સામે આવી છે, સરથાણા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં રૂપિયા 150નું ઝાડુ ચોરનારા કરોડપતિ ત્રણ ચોરોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના CCTVના આધારે સરથાણા પોલીસે ત્રણને ઝડપ્યા હતા. સુરતમાં ઝાડું ચોરનારા કરોડપતિ ચોરો ઝડપાયા, આરોપીઓમાં હીરા દલાલ, જમીન દલાલ અને એમ્બ્રોઈડરી કારખાનાનો માલિક..હોવાનું ખુલ્યું છે. પોલીસને પણ ત્રણેય આરોપીઓ વિશે જાણીને આશ્ચર્ય થયું હતું. આ ઘટનામાં પોલીસને આરોપીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે ફરિયાદીને હેરાન કરવા ત્રણેય  ઝાડુની ચોરી કરતા હતા.
 
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસે જે આરોપીઓને ઝડપ્યા છે તેમાં જમીન દલાલ ભરત કાનાણી, એમ્બ્રોઇડરી કારખાના માલિક કલ્પેશ તેજાણી અને હીરા દલાલ જીગ્નેશ માંગુકિયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આ કેસમાં ઘટસ્ફોટ થયો હતો કે, ફરિયાદીને હેરાન પરેશાન કરવા માટે ત્રણેય કરોડપતિઓ ચોર બનીને તેના ઝાડુની ચોરી કરતા હતા. સુરતના સરથાણા પોલીસની આ ફરિયાદ હાલ હાસ્યાસ્પદ બની છે.