શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (13:18 IST)

કતાર એરવેય્ઝ ઑફિસમાં કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ થતા 1 લાખનો દંડ ફટકાર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા જબરદસ્ત કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર સ્થળ જેમકે શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ માં કોરોના ની ગાઈડ લાઈન નું પાલન થાય છે કે નહિ તે ચેક કરવામાં આવ્યું હતું અને જ્યાં નિયમો ભંગ થયા ત્યાં તે મોલ અથવા રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે. તે જ રીતે પ્રાઇવેટ ઓફિસ અને કોર્પોરેટ ઓફિસમાં ચેકીંગ હાથ ધરાયું છે. દરેક ઑફિસમાં કર્મચારીઓ સોશ્યલ ડિસ્ટન્સ રાખી, માસ્ક પહેરી ને કામ કરે છે તે ચેક કરવામાં આવી રહ્યું છે. તે દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના અપલોડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સરખેજ ગાંધીનગર હાઈવે (જોધપુર વોર્ડ) પર ઇસ્કોન એલીગંસ બિલ્ડિંગમાં આવેલ 'કતાર એરવેઝ'ની ઑફિસમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે દરમ્યાન ઑફિસમાં કોરોના ગાઇડલાઇન્સ નું પાલન ન થતું જોવા મળ્યું. મોટા ભાગના કર્મચારી માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સ રાખ્યા વગર ઑફિસમાં બેઠા હતા. જેથી એરલાઈન્સ ઓફિસને રૂ.૧,૦૦,૦૦૦ (રૂ.૧ લાખ) નો દંડ ફટકારવામાં આવ્યો.