ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (17:33 IST)

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ જવાબદારઃ અર્જુન મોઢવાડિયા

રાજ્યમાં કોરોના વાયરસના મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ગુજરાત યાત્રાને કોરોનાના સંક્રમણ વધવા માટે જવાબદાર ગણાવવાનો સંગીન આરોપ કૉંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુન મોઢવાડિયાએ કર્યો છે. મોઢવાડિયાએ સરકાર અને ભાજપ પર રોષ ઠાલવતા એક પછી એક અનેક આક્ષેપો કર્યા. મોઢવાડિયાએ કહ્યું કે સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા બાદ ભારતીય જનતા પાર્ટીના 120 સભ્યોને કોરોના થયો.  મોઢવાડિયાના આ તીખા બોલથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવે તેવી વકી છે. મોઢાવાડિયાએ રથયાત્રા, શાળા કૉલેજ બંધી, અંબાજી મંદિર અને અન્ય તમામ મોરચે સી.આર.પાટીલ પર પ્રહારો કર્યા છે. મોઢવાડિયાએ કહ્યુ કે  એક તરફ સરકાર રથયાત્રાની મંજૂરી ન આપે, સ્કૂલ બંધ રહે બાળકોને શિક્ષણ ન લઇ શક્યા ત્યારે ભાજપ પ્રમુખ ભાઉની યાત્રા ગુજરાતમાં સાનથી ફરી છે.આ યાત્રાના પ્રથમ ચરણ બાદ સૌરાષ્ટ્રના ભાજપના 120 આગેવાનોને કોરોના થયો છે.  રાજ્યમાં અંબાજી મંદિર પ્રજા માટે બંધ રાખ્યું પરંતુ અહીં થયું કે માતાજી જાણે ભાઉના દર્શન માટે મંદિર ખોલાયું હોય તેવા ઘાટ સર્જાયો છે, ત્યારે પાટીલને પાસામાં કોણ મોકલશે? સરકારની શુ મજબુરી છે કે ગુજરાત સરકાર ભાઉથી ડરે છે. કોરોના સંક્રમણ વધવા માટે પાટીલ જવાબદાર છે એવો સંગીન આક્ષેપ કરતા મોઢવાડિયાએ કહ્યું કે પાટીલે ગુજરાતને અસલામતી મુકવાનુ કાંમ કર્યું છે. ગુજરાતને કોરોના હોમનું કામ ભાજપ પ્રમુખ કર્યું છે.  પહેલાં નમસ્તે ટ્રમ્પ અને હવે પાટીલની યાત્રાના કારણે રાજ્યમાં કોરોના ફેલાયો છે.a