શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (14:42 IST)

એક સર્વેમાં બહાર આવ્યું કે આટલા ટકા ગુજરાતીઓને કોરોનાની કોઈ ચિંતા જ નથી

કોવિડ મહામારીના વધતા આક્રમણ પાછળ કેટલાંક લોકોની બેદરકારી પણ જવાબદાર ગણાવવામાં આવી રહી છે. જ્યારે એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ગુજરાતના 13.75 ટકા લોકો બેફીકર છે અને કોરોના ચેપ લાગવાની કોઇ ચિંતા રાખ્યા વિના છુટથી હરેફરે છે. કોરોના મહામારી, લોકડાઉન અને ત્યારપછીની લોકોની માનસિક-શારીરિક હાલતનો અંદાજ મેળવવા માટે સર્વે અભ્યાસ હાથ ધરવામાં ાવ્યો હતો તેમાં ગુજરાતના 13.75 ટકા લોકોએ એમ કહ્યું કે કોરોનાની કોઇ ચિંતા નથી. રાજ્યમાં 1098 લોકોને આવરી લઇને હાથ ધરાયેલા આ સર્વેમાં 13075 ટકા લોકો કોરોના મામલે એકદમ બેફીકર માલુમ પડ્યા હતા. જ્યારે 52.8 ટકા લોકોએ ચેપ લાગવાની થોડીગણી બીક રહેતી હોવાનું સ્વીકાર્યું હતું. 33 ટકા લોકો ભયભીત માલુમ પડ્યા હતા. નોકરી કે ઓફીસ જતી વખતે કે ઘેર પરત આવતી વખતે અથવા તો લોકોના સંપર્કમાં આવતી વખતે કોરોનાનો ચેપ લાગવાની બહુ જ બીક લાગે છે. સર્વે દરમિયાન જુદા-જુદા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. 82 ટકા લોકોએ કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે માત્ર 17 આ લોકોમાં એમ કહ્યું હતું કે લોકડાઉન સરળ રહ્યું. કોઇ તકલીફ પડી ન હતી. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે અવરજવર બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. આર્થિક ગતિવિધિઓ ઠપ્પ બની હતી. એટલે નાણાંકીય સંકટનો સામનો કરવો પડયો હતો. 58 ટકા લોકોએ સ્વીકાર્યું કે બદલાયેલા સંજોગોમાં ખર્ચમાં કાપ મુકવામાં આવ્યો છે. 53 ટકા લોકોએ કહ્યું કે પરિવાર સાથે વધુ સમય પસાર કરવા મળતા પારિવારિક મૂલ્યોમાં વૃધ્ધિ થઇ હતી. સાથોસાથ માનસિક હાલતમાં સુધારો થયો હતો. 40 ટકા લોકોએ શારીરિક હાલત સુધરી હોવાનું કહ્યું હતું. જો કે, 19 ટકા લોકોએ માનસિક-શારીરિક હાલત ખરાબ થયાનું કહ્યું હતું.