Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના કાળમાં કામગીરી કરનારા આરોગ્ય કર્મીઓનું મુખ્યમંત્રી રૂપાણીએ અભિવાદન કર્યું, કહ્યું, આપના થકી જ આ લડાઈ આપણે જીતીશું

Updated: શુક્રવાર, 16 એપ્રિલ 2021 (12:21 IST)
રાજ્યમાં કોરોનાના કેસો વધતાં મહામારી ગંભીર પરિસ્થિતિ તરફ પ્રયાણ કરી ચૂકી છે. રાજ્યમાં રોજ હજારો કેસ નોંધાય છે અને મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામેની લડાઈમાં રાત દિવસ એક કરનારા આરોગ્ય કર્મીઓને મુખ્યમંત્રી રૂપાણીએ અભિનંદન પાઠવ્યાં છે. રૂપાણીએ ફેસબુકના માધ્યમથી ઓનલાઈન સંબોધન કર્યું હતું. 

જેમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આપણો દેશ, આપણું ગુજરાત કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. આ મહામારી સામે લડાઈ સરકાર લડી રહી છે. રાજ્ય અને દેશનો એક એક સામાન્ય માણસ પણ આ લડાઈ લડી રહ્યો છે. પરંતુ મહામારી સામેની આ માનવતાની લડાઈમાં જો કોઈનું સૌથી મોટુ યોગદાન રહ્યું હોય તો એ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ પેરા મેડિકલમાં કામ કરનારા ભાઈઓ બહેનોનું રહ્યું છે. આજે ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી હું તમામ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. આપના થકી ગુજરાત આ લડાઈ લડી શક્યું છે.

આપના થકી જ આપણે લાખો લોકોના જીવ બચાવી શક્યા છીએ. વર્ષ પહેલાં જ્યારે આ મહામારીની શરુઆત થઈ ત્યારથી આપ પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરીને જાનની બાજી લગાવીને આ કોરોના સામે લડી રહ્યાં છો. આપે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા કરી છે. જેમાં કેટલાય ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફે તેમના જીવ પણ ગુમાવ્યા છે.ગુજરાતની જનતા આપની સાથે છે. આપણે કોરોનાની લડાઈની જીત મેળવવામાં નજીકમાં છીએ. ઝડપથી વેક્સિનેશન પર કામ થઈ રહ્યું છે. આપણે મહામારીમાંથી વેક્સિન થકી બહાર નીકળીશું. આપણે સાથે મળીને કોરોના સામે લડીશું. ત્રણ લાખથી વધુ દર્દીઓની સેવા કરીને તેમને સાજા કરીને ઘરે મોકલ્યા છે. હું આરોગ્ચ કર્મીઓનો આભાર માનું છું. કોરોના હારશે, ગુજરાત જીતશે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

RAMAYANA TRAILER - રણવીર-સાંઈ અને યશ જ નહી, 'રામાયણ' ટ્રેલરમાં રાજા દશરથથી લઈને શૂર્પણખા સુધી દરેક પાત્રએ છોડી છે ઊંડી છાપ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - 3 પ્રિય શબ્દો કયા છે?

ગુજરાતી જોક્સ - શનિવાર કે

આગળનો લેખ
Show comments