Daily Horoscope
✕

T20 World Cup 2026 માં થઈ હતી મેચ ફિક્સિંગ ? ICC ના એંટી કરપ્શન યૂનિટે શરૂ કરી તપાસ

Updated: શુક્રવાર, 17 એપ્રિલ 2026 (11:34 IST)
newzealand vs Kanada
 
T20 World Cup 2026 Match Fixing: ટી 20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકાની મેજબાની રમાઈ હતી. આ ટૂર્નામેંટની ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજીવાર આ ખિતાબ પોતાને નામે કર્યો હતો.  આ ટૂર્નામેંટને ખતમ થયે એક મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. પણ હવે આ ટૂર્નામેંટ સાથે જોડાયેલ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ (ICC) ની એંટી કરપ્શન યૂનિટ (ACU) એ ટી20 વર્લ્ડકપ 2026 ના એક મુકાબલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ મુકાબલામાં ફિક્સિંગની આશંકા બતાવાઈ છે.  
 

કનાડા અને ન્યુઝીલેંડ વચ્ચે રમાયે મેચમાં બતાવાયી ફિક્સિંગની આશંકા 

 
ટી20 વર્લ્ડકપ 2026 ની 31 મી મેચ કનાડા અને ન્યુઝીલેંડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ફિક્સિંગ ને લઈને આશંકા બતાવાય રહી છે. આ મુકાબલામાં કનાડાના કપ્તાન દિલપ્રીત બાજવા તરફથી કરવામાં આવેલ એક ઓવર શંકાના દાયરામાં છે. સાથે જ ક્રિકેટ કનાડામાં ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થઈ રહી છે.  આ નિર્ણય કનાડાના સરકારી ચેનલ સીબીસી તરફથી વધુ એક ડોલ્યુમેંટરી રજુ થયા બાદ લેવામાં આવ્યો છે.  આ ડોક્યુમેંટરીમાં કનાડા ક્રિકેટમાં ઘરેલુ અને ઈંટરનેશનલ સ્તર પર આઈસીસીના નિયમ ઓને તોડવાનો દાવો કરવામાં આવ્યો છે.  
 

ICC ની એંટી કરપ્શન યૂનિટે શરૂ કરી તપાસ  

 
ઈએસપીએન  ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, ICC ના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU) એ કેનેડિયન ક્રિકેટ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ શરૂ કરી છે. તેમનું ધ્યાન ખાસ કરીને ન્યુઝીલેન્ડની ઇનિંગની પાંચમી ઓવર પર છે, જે દિલપ્રીત બાજવા દ્વારા ફેંકવામાં આવી હતી. તેણે નો-બોલ ફેંક્યો, લેગ સાઇડથી વાઈડ બોલ ફેંક્યો અને કુલ 15 રન આપ્યા. દિલપ્રીત પહેલા, કેનેડિયન પેસ બોલર જસકરણ સિંહ અને ડિલન હેલીગરે પણ મોંઘા ઓવર ફેંક્યા હતા. આ દરમિયાન, સ્પિનર ​​સાદ બિન ઝફરે ત્રીજી ઓવર વિકેટ મેડન ફેંકી હતી.
 

ડોક્યુમેંટરી જોયા બાદ શરૂ થઈ તપાસ 

 
 તાજેતરમાં, કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (CBC) ના તપાસ કાર્યક્રમ, the ‘Fifth Estate’ એ ‘Corruption, Crime and Cricket’ નામની 43 મિનિટની દસ્તાવેજી ફિલ્મ બનાવી. દસ્તાવેજી ફિલ્મના પ્રસારણ પછી તપાસ શરૂ કરવામાં આવી હતી. દસ્તાવેજીમાં ક્રિકેટ કેનેડા બોર્ડની આંતરિક બાબતો, ખેલાડીઓની પસંદગીમાં દબાણ અને શંકાસ્પદ મેચ સંબંધિત પ્રવૃત્તિઓના આરોપો મૂકવામાં આવ્યા હતા. બીજી તપાસ એક જૂની ટેલિફોન રેકોર્ડિંગ સાથે સંબંધિત છે જેમાં તત્કાલીન કોચ ખુર્રમ ચોહાણે દાવો કર્યો હતો કે ક્રિકેટ કેનેડા બોર્ડના વરિષ્ઠ સભ્યોએ તેમને ટીમમાં ચોક્કસ ખેલાડીઓનો સમાવેશ કરવા માટે દબાણ કર્યું હતું.

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments