Webdunia - Bharat's app for daily news and videos

Install App

વીવીએસ લક્ષ્મણ બન્યા ટીમ ઈંડિયાના હેડ કોચ, એશિયન ગેમ્સમાં સાચવશે જવાબદારી

Updated: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026 (12:24 IST)
vvs laxman
 વીવીએસ લક્ષ્મણને બીસીસીઆઈએ ફરીથી મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. આજે એટલે કે ગુરૂવારે હવથી થોડીવાર પછી બીસીસીઆઈની એક મીટિંગ મુંબઈમાં થવાની છે. તેમા અનેક મોટા અને મહત્વના નિર્ણય લેવામાં આવશે. આ પહેલા જ સમાચાર સામે આવ્યા છે કે લક્ષ્મણને એશિયન ગેમ્સમાં હેડ કોચનુ કામ આપવામાં આવશે. જો કે બીસીસીઆઈએ પોતે અત્યાર સુધી આને લઈને એલાન કર્યુ નથી.  
ALSO READ: એક છોકરી 11 વર્ષથી પોતાના વાળ ખાઈ રહી હતી; દિલ્હીમાં ડોક્ટરોએ તેના પેટમાંથી 1.16 કિલોગ્રામ વાળનો ગઠ્ઠો કાઢ્યો.

એશિયન ગેમ્સમાં હેડ કોચની જવાબદારી સાચવશે વીવીએસ લક્ષ્મણ 

 
આ મહિનાના અંતમાં એશિયન ગેમ્સ રમાવાની છે. આ માટે ભારતીય દળ તૈયાર છે. આ વખતે પુરૂષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો તેમા ભાગ લેશે.   ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશને પણ ડાયરેક્ટ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મળ્યુ છે.  જ્યારે એશિયન ગેમ્સ રમાય રહ્યા હશે એ સમયે વેસ્ટ ઈંડિઝ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસ પર હશે. જ્યા વનડે અને ટી20 ઈંટરનેશનલ મેચોની શ્રેણી રમાશે. એટલે કે બંને શ્રેણી પરસ્પર ટકરાશે.  તેથી વીવીએસ લક્ષ્મણને એશિયન ગેમ્સમાં હેડ કોચની જવાબદારી આપવામાં આવી છે. આ પહેલા જ્યારે ભારતીય ટીમ ઝિમ્બાબવે ના પ્રવાસ પર ગઈ હતી ત્યારે પણ લક્ષ્મણ જ હેડ કોચ હતા અને હવે ફરીથી તેમને આ કામ સોંપવામાં આવ્યુ છે.  
 

સુનીલ જોશી, ઋષિકેશ કનિતકર અને સુભાદીપ ઘોષ પણ સાથે રહેશે 

 
વીવીએસ લક્ષ્મણ ઘણા સમયથી મુખ્ય કોચ તરીકે સેવા આપી રહ્યા છે. જોકે, તેઓ સીઓઈના વડા તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. એશિયન ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય ટીમ, પુરુષ અને મહિલા બંને, એથ્લેટિક્સ પછી સૌથી મોટો સપોર્ટ સ્ટાફ ધરાવે છે. સુનીલ જોશી, હૃષિકેશ કાનિટકર અને શુભદીપ ઘોષ વીવીએસ લક્ષ્મણ સાથે રહેશે.
ALSO READ: બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં બેદરકારી: રાજ્યના 3,334 શિક્ષકોને દંડ, અમદાવાદમાં 229 સામે કાર્યવાહી

શ્રેયસ ઐયર એશિયન ગેમ્સના કેપ્ટન બનશે

બીસીસીઆઈએ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રેયસ ઐયર ટીમનું નેતૃત્વ કરશે. આ પહેલા, ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે. તે મેચ માટેની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેલાડીઓની ફિટનેસના આધારે એશિયન ગેમ્સની ટીમમાં કેટલાક ફેરફારો થઈ શકે છે, પરંતુ નોંધપાત્ર ફેરફારો થવાની શક્યતા ઓછી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી સંગીત જગતમાં શોકનો માહોલ: દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અવસાન

માધુરી દીક્ષિતના પતિ ડો. નેનેએ જણાવ્યુ કેમ અનુષ્ક-વિરાટે લંડનમાં પસંદ કર્યુ ઘર, બોલ્યા - દરેક સમયે લોકોની નજરમાં રહેવુ મુશ્કેલઅનુષ્કા

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

લિંગરાજ મંદિર: ભુવનેશ્વરનું પ્રસિદ્ધ શિવ મંદિર

Shitla Mata Mandir: સૌથી મોટું શીતળા માતા મંદિર ક્યાં આવેલું છે?

આગળનો લેખ
Show comments