Daily Horoscope
✕

રીલ્સ જોઈને 1.5 કરોડની લાલચમાં કિશોરની હત્યા, ગુપ્તાંગ કાપીને ત્રણ દિવસ સુધી પોલીથિનમાં લઈને ખરીદનારને શોધતો રહ્યો હત્યારો

Updated: મંગળવાર, 18 ઑગસ્ટ 2026 (14:04 IST)
crime story

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેણે માનવતાને શરમાવી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ) પર રીલ્સ જોઈને રાતોરાત કરોડપતિ બનવાની અંધશ્રદ્ધા હેઠળ એક માસૂમ 17 વર્ષના છોકરાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ જઘન્ય હત્યાનો પર્દાફાશ કર્યો છે અને માસ્ટરમાઇન્ડ સહિત બે પુખ્ત અને ત્રણ સગીર આરોપીઓની ધરપકડ કરી છે.
ALSO READ: હનીમૂન પર પત્નીને આવી ગયો માસિકધર્મ, તો ભડક્યો પતિ, થપ્પડ-લાત અને મુક્કા માર્યા, FIR નોંઘાઈ

અંઘવિશ્વાસ અને લાલચની ખતરનાક જાળ  

આ હત્યાનો મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી, શ્યામલા હિલ્સના રહેવાસી, ઝોહેબ ખાન (20) હતો. ઝોહેબે સોશિયલ મીડિયા પર નકલી વીડિયો અને રીલ્સ જોયા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માનવ શરીરના ચોક્કસ ભાગ (અંડકોષ) આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ.1.20 થી રૂ.1.5 કરોડ  માં વેચાયો હતો. આ ભ્રામક અને ખોટા સમાચારને સાચા માનીને, ઝોહેબે તેના સાથી, આમિર કુરેશી (18) અને અન્ય ત્રણ સગીરો સાથે મળીને હત્યાની યોજના ઘડી હતી.
 

મદદ કરવાને બહાને બોલાવ્યો અને કરી હત્યા 

 
શાહજહાનાબાદનો રહેવાસી પીડિત 6 ઓગસ્ટના રોજ ઇકબાલ મેદાન નજીક શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થઈ ગયો હતો. આરોપીઓએ તેને 100 રૂપિયાની લાલચ આપી અને જૂના વિવાદને ઉકેલવામાં મદદ કરવાના બહાને તેને ફસાવી દીધો. ત્યારબાદ તેઓ તેને ધોબી ઘાટ  નજીકના એકાંત વિસ્તારમાં લઈ ગયા. ત્યાં, આરોપીઓએ તેના પર છરી અને તીક્ષ્ણ બ્લેડથી હુમલો કરીને તેની હત્યા કરી દીધી અને તેના ગુપ્તાંગને તેના શરીરથી અલગ કરી દીધા.
 

પૉલીથિનમાં કપાયેલા અંગ લઈને ત્રણ દિવસ સુધી ભટકતા રહ્યા આરોપી  

આ અપરાધ કર્યા પછી, ઝોહેબ અને તેના સાથીઓએ કપાયેલા અંગને પોલીથીન બેગમાં પેક કર્યું અને અંધશ્રદ્ધાથી પ્રેરાઈને તેના ખરીદદારની શોધમાં ત્રણ દિવસ સુધી ભોપાલના વિવિધ વિસ્તારોમાં ફર્યા. જ્યારે તેમને અંગ માટે કોઈ ખરીદદાર ન મળ્યો અને તે બગડવા લાગ્યું, ત્યારે તેમણે તેને પાણીમાં ફેંકી દીધું. 10-11 ઓગસ્ટના રોજ, પોલીસે પીડિતનો મૃતદેહ એક નાના તળાવમાંથી શોધી કાઢ્યો, જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ.ALSO READ: UP બિહારમાં આજે ભારે વરસાદ, ઝારખંડથી હિમાચલ સુધી આંઘી વાવાઝોડા સાથે એલર્ટ જાહેર

 

પોલીસની સખત કાર્યવાહી અને તપાસ 

મામલાની ગંભીરતાને જોતા ભોપાલ પોલીસ (શ્યામલા હિલ્સ અને તલૈયા પોલીસ સ્ટેશન)  એ વિશેષ ટીમ બનાવી. સીસીટીવી ફુટેજ અને સાઈબર સર્વિલાંસની મદદથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા માસ્ટરમાઈંડ જોહેબ ખાન, આમિર કુરૈશી અને ત્રણ સગીરની ધરપકડ કરી લીધી.  પોલીસ હવે આ પોલીસ હવે એ પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે શું આ ભયાનક અફવા પાછળ કોઈ સંગઠિત અંગોની તસ્કરી કરતી ગેંગ કામ કરી રહી છે કે પછી તે સંપૂર્ણપણે સોશિયલ મીડિયાની અંધશ્રદ્ધાનું પરિણામ હતું.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

ટાઇગર શ્રોફના ઘર પાસે ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર, અંધેરી સ્ટેશન પરથી બાઇક મળી; પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

મુંબઈના જુહુમાં ગોળીબારમાં અભિનેતા ટાઇગર શ્રોફ બચી ગયો; બાઇક સવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો

અજય દેવગનના જુહૂ બંગલા પર BMC નો ચાલ્યો હથોડો, ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ થઈ કાર્યવાહી, જમીનદોસ્ત થઈ દિવાલ

આગળનો લેખ