Daily Horoscope
✕

12 મુ પાસ ડોક્ટરે આપ્યુ મોત, પીરિયડ સાથે જોડાયેલ પરેશાનીનો સામનો કરી રહી હતી યુવતી, ઈજેક્શન લગાવવાના થોડા કલાકમા જ છોડ્યો દમ

Updated: મંગળવાર, 10 ફેબ્રુઆરી 2026 (12:46 IST)
મહારાષ્ટ્રના નવી મુંબઈ સ્થિત વાશી વિસ્તારથી એક ખૂબ જ ગંભીર મામલો સામે આવ્યો છે. જ્યા લોકોની સારવાર કરનારા એક ફરજી ડોક્ટરને કારણે 21 વર્ષની યુવતીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. વાશી પોલીસે આ મામલામાં 30 વર્ષના આરોપી સંતોષ પાશ્તેની ધરપકડ કરી છે. કોર્ટમાં રજુ કર્યા બાદ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 
 
પોલીસ મુજબ મૃતક યુવતીને પીરિયડસમાં અનિયમિતતાની સમસ્યા હતી. આ દરમિયાન આરોપીએ ખુદને ડોક્ટર બતાવીને તેની સારવાર શરૂ કરી. આરોપીએ યુવતીને નસ દ્વારા અમેસેટ ઈંજેક્શન અને ડાયનાપાર ઈંજેક્શન આપ્યુ.  
 

હોસ્પિટલમાં યુવતીનુ મોત 
 

ઈલાજના થોડા સમય પછી યુવતીની તબિયત બગડવા માંડી અને શરીરમાં ગંભીર સંક્રમણ ફેલાય ગયુ. હાલત બગડતા પરિજન તેને તરત વાશી સ્થિત પીકેસી હોસ્પિટલ લઈને પહોચ્યા. જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી
 
યુવતીના મૃત્યુ બાદ, પરિવારે વાશી પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે, પોલીસે આરોપીની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે સંતોષ પશ્તે ડૉક્ટર નહોતો અને તેણે ફક્ત 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો.
 
પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. વાશી પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ કેટલા લોકોની સારવાર કરી છે અને શું આવા વધુ કેસ બહાર આવી શકે છે.
 
આ કિસ્સો ફરી એકવાર દર્શાવે છે કે નકલી ડોક્ટરો અને  ચાલુ ડોક્ટર કેટલા ખતરનાક હોઈ શકે છે. તેમને કોઈના જીવની પરવા પણ હોતી નથી. પોલીસે જનતાને અપીલ કરી છે કે આવી દુ:ખદ ઘટનાઓ ટાળવા માટે હંમેશા રજિસ્ટર્ડ અને યોગ્ય ડૉક્ટર પાસેથી સારવાર લે.  

વધુ જુઓ..

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments