Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kali Chaudas 2025 Upay: અકાળ મૃત્યુથી મેળવવા માંગો છો છુટકારો ? તો કાળી ચૌદસના દિવસે જરૂર કરો આ ઉપાય

Updated: મંગળવાર, 14 ઑક્ટોબર 2025 (16:21 IST)
Kali Chaudas : દર વર્ષે કારતક મહિનામાં કૃષ્ણ ચતુર્દશીના દિવસે કાળી ચૌદસ ઉજવાય છે. આજે એટલે કે 30 ઓક્ટોબરના રોજ કાળી ચૌદસ ઉજવાય રહી છે.  છોટી દિવાળીને નરક ચતુર્દશી, નરક ચૌદસ અને કાળી ચૌદસ પણ કહેવામાં આવે છે. નાની દિવાળીના દિવસે દેવી લક્ષ્મી, કુબેર દેવ અને મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવાની પરંપરા છે. જો તમે પિતૃ દોષ અથવા અકાળ મૃત્યુથી છુટકારો મેળવવા માંગતા હોવ તો છોટી દિવાળીના દિવસે લેવામાં આવેલા કેટલાક સરળ ઉપાયો તમારી સમસ્યાને દૂર કરી શકે છે.
 
ધાર્મિક માન્યતા મુજબ કાળી ચૌદસના દિવસે કેટલાક ઉપાયો કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળી શકે છે અને સાથે જ મૃત્યુના દેવતા યમરાજની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. તો આવો જાણીએ કાળી ચૌદસ એટલે નરક ચતુર્દશીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ.  
 
 
કાળી ચૌદસે કોની પૂજા કરવામાં આવે છે ?  
ધાર્મિક પરંપરાઓ અનુસાર, કાળી ચૌદસના દિવસે યમરાજની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે યમરાજના નામનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નરક ચતુર્દશીના દિવસે ભગવાન યમની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. તેમજ સાંજે દીપકનું દાન કરવાથી નરકના ત્રાસમાંથી મુક્તિ મળે છે.
 
કાળી ચૌદસના દિવસે શુ કરવુ જોઈએ?
કાળી ચૌદસના દિવસે સવારે ઉઠીને ભગવાન કૃષ્ણ, હનુમાનજી, યમરાજ અને મા કાલીનું પૂજન કરવું જોઈએ. નરક ચતુર્દશી ના દિવસે ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી જોઈએ. કાળી ચૌદસના દિવસે ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ અનાજનો ઢગલો કરો. તેના પર સરસવના તેલનો એકતરફી દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે દીવાની જ્યોત દક્ષિણ દિશા તરફ હોવી જોઈએ. 
 
કાળી ચૌદસના દિવસે શુ ઉપાય કરવા જોઈએ ?( kali chaudas upay)
કાળી ચૌદસના દિવસે દીપદાન જરૂર કરો  
કાળી ચૌદસના દિવસે ઘરના મોટા સદસ્યએ યમના નામનો મોટો દિવો પ્રગટાવવો જોઈએ. 
આ ચોમુખી દિવાને આખા ઘરમાં ફેરવવો જોઈએ 
ત્યારબાદ ઘરની બહાર જઈને થોડે દૂર આ દિવાને મુકી આવો. 
ધ્યાન રાખો કે આ દરમિયાન પરિવારના બીજા સભ્ય ઘરની અંદર જ રહેવુ જોઈએ અને દિવાને ન જુએ. 
 

વધુ જુઓ..

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

રોજ 20 મિનિટ વૉક કરવાથી મગજ પર કેવી અસર પડે છે ? હાર્ટ સર્જને ગણાવ્યા શોર્ટ અને લોંગ ટર્મ ફાયદા

Independence Day Special Trending Recipes - સ્વતંત્રતા દિવસની ખાસ ટ્રેન્ડિંગ ત્રિરંગા રેસિપી

Jivantika Prasad Recipe- જીવંતિકા માતાજી માટે પ્રસાદની ખાસ રેસીપી

વધુ જુઓ..

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

શ્રાવણમાં રાશિ મુજબ આ રીતે કરો ભગવાન શિવની આરાધના, પૂજાનુ મળશે પૂર્ણ ફળ અને કાયમ રહેશે સુખ-સમૃદ્ધિ

Independence Day 2026 Wishes: દેશભક્તિના રંગે રંગાયેલા આ મેસેજીસ તમારા મિત્રો અને સંબંધીઓને મોકલીને પાઠવો '80 મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા'

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

આગળનો લેખ
Show comments