Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Environment Day 2026- વિશ્વ પર્યાવરણ દિવસ શા માટે ઉજવાય છે જાણો ઈતિહાસ

Updated: ગુરુવાર, 4 જૂન 2026 (16:30 IST)
World Environment Day 2026 :  દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. જેનો મકસદ છે - લોકોનુ પર્યાવરણની સુરક્ષા પ્રત્યે જાગૃત અને સચેત કરવુ. પ્રકૃતિ વગર માનવ જીવન શક્ય નથી.  તેથી એ જ્રૂરી છે કે આપણે આ સમજીએ કે આપણે માટે  વૃક્ષો, છોડ, જંગલો, નદીઓ, તળાવો, જમીન, પર્વતો કેટલા જરૂરી છે. આ દિવસની ઉજવણીનો નિર્ણય 1972 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજીત વિશ્વ પર્યાવરણ પરિષદમાં ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. આ પછી 5 જૂન 1974 ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે. એ દિવસે મહાસભા દ્વારા અપનાવાયેલો એક પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામના નિર્માણની દિશામાં કામ કરે છે. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની શરૂઆત 1974થી થઈ હતી. એ સમયથી દરિયાઈ પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગના મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનું કામ શરૂ થયું અને એ વૈશ્વિક મંચ તેના માટે તૈયાર થયો. વર્ષોથી આપણી પર્યાવરણીય નીતિમાં પરિવર્તન લાવવા માટે લાખો લોકો તેમાં ભાગ લઈ રહ્યા છે.
પર્યાવરણ દિવસની દર વર્ષની એક અલગ થીમ ( World Environment Day Theme )રાખવામાં આવે છે. પૃથ્વીને એકવાર ફરીથી સારી અવસ્થામાં લાવવી. 
 

પર્યાવરણ દિવસ પર આ 6 સંકલ્પ લો

 
સંપૂર્ણ માનવતાનું અસ્તિત્વ પ્રકૃતિ પર નિર્ભર છે. તેથી એક સ્વસ્થ અને સુરક્ષિત વાતાવરણ વગર, માનવ સમાજની કલ્પના અધૂરી છે. વન અધિકારી અરવિંદ વર્માએ જણાવ્યું હતું કે પ્રકૃતિને બચાવવા માટે આજે આપણે સાથે મળીને સંકલ્પ લેવો પડશે. 
 
1- એક વર્ષમાં ઓછામાં ઓછો એક છોડ રોપવો અને તેને બચાવો અને વૃક્ષો અને છોડના સંરક્ષણમાં સહકાર આપો.
2. તળાવ, નદી, નાના તળાવોને પ્રદૂષિત ન કરો, પાણીનો દુરૂપયોગ ન કરો અને ઉપયોગ પછી બંધ કરો
3. કારણ વગર વીજળીનો ઉપયોગ કરશો નહીં, ઉપયોગ પછી બલ્બ, ફેન અથવા અન્ય ઉપકરણોને બંધ રાખો
4. કચરો હંમેશા ડસ્ટબિનમાં ફેંકી દો અને અન્ય લોકોને આવુ કરવા પ્રોત્સાહિત કરો, આવુ કરવાથી પ્રદૂષણ નહીં થાય
5. પ્લાસ્ટિક / પોલિથિનનો ઉપયોગ કરવાનું બંધ કરો, તેના બદલે કાગળની થેલી અથવા બેગનો ઉપયોગ કરો
6. પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે માયાળુ બનો, નજીકના કાર્ય માટે સાયકલનો ઉપયોગ કરો.
 
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

6 મહિનામાં લગ્નનો દાવો, જયપુરના મંદિરમાં બાપ્પાની મેહંદી પર તૂટી પડ્યા કુંવારા... 3 કલાકમાં 3500 કિલો મેહંદી ખતમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે.

જમ્મુની એક 45 વર્ષીય મહિલાએ પોતાના દીકરા પાસેથી ટ્યુશન લઈને 10મા ધોરણની પરીક્ષા પાસ કરી

20 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડા ચાલુ, ચેતવણી જારી; 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા

"કોઈ વ્યક્તિના હાથનું રમકડું ન બનો, Gen Z": રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં ભાજપની અપીલ

વધુ જુઓ..

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

આગળનો લેખ
Show comments