Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુપીની સ્વાદિષ્ટ તહરી ફક્ત 20 મિનિટમાં તૈયાર કરો, આ સરળ રેસીપી અજમાવો

Updated: બુધવાર, 3 જૂન 2026 (16:22 IST)
યુપીની સ્વાદિષ્ટ તાહારી ફક્ત 20 મિનિટમાં તૈયાર કરો, આ સરળ રેસીપી અજમાવો
 

તહરી ઉત્તર પ્રદેશની એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ વાનગી છે. ઓછા સમયમાં બનતી આ વાનગી ભાત અને શાકભાજીના સરસ મિશ્રણથી તૈયાર થાય છે. જો તમને ઝટપટ અને ટેસ્ટી લંચ કે ડિનર બનાવવું હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે.

સામગ્રી

1 કપ બાસમતી ચોખા
2 બટાકા (સમારેલા)
1 ગાજર (સમારેલી)
અડધી કપ વટાણા
1 ડુંગળી (ઝીણી સમારેલી)
1 ટમેટું (સમારેલું)
2 લીલા મરચાં
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
અડધી ચમચી હળદર
1 ચમચી ધાણા-જીરું પાઉડર
અડધીચમચી લાલ મરચું પાઉડર
1 તેજપાન
1 નાની દાલચીની
2 લવિંગ
2 ચમચી તેલ અથવા ઘી
મીઠું સ્વાદ મુજબ
2 કપ પાણી
લીલા ધાણા સજાવટ માટે
ALSO READ: કાઠિયાવાડી લસણની ચટણી

બનાવવાની રીત

ચોખાને સારી રીતે ધોઈને 10 મિનિટ માટે પલાળી રાખો.
પ્રેશર કુકરમાં તેલ અથવા ઘી ગરમ કરો.
તેમાં તેજપાન, દાલચીની અને લવિંગ ઉમેરી થોડું સાંતળો.
હવે ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

ALSO READ: નાસ્તામાં બનાવો ટેસ્ટી મખાના ચાટ, દહીં સાથે મિનિટોમાં તૈયાર થશે, તરત નોંધી લો સરળ રેસીપી
આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી 1 મિનિટ સાંતળો.
ટમેટાં, હળદર, ધાણા-જીરું પાઉડર, લાલ મરચું અને મીઠું ઉમેરી મસાલો તૈયાર કરો.
બટાકા, ગાજર અને વટાણા ઉમેરી 2-3 મિનિટ શેકો.
પલાળેલા ચોખા અને પાણી ઉમેરી હળવેથી મિક્સ કરો.
કુકરનું ઢાંકણ બંધ કરીને 2 સીટી સુધી રાંધો.
પ્રેશર ઉતરી જાય પછી તાહારીને હળવેથી હલાવો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો.
સર્વિંગ સૂચન
 
ગરમાગરમ તાહારીને દહીં, રાયતા, પાપડ અથવા અથાણા સાથે પીરસો. આ સરળ અને સ્વાદિષ્ટ વાનગી આખા પરિવારને ચોક્કસ પસંદ આવશે
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ, આ પાર્ટીએ બાજી મારી

સોમવારે ગુજરાત, મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં અનેક રાજ્યોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

છિંદવાડા - કુકડી ખાપા વોટરફોલમાં ફસાયા 4 યુવક, SDRF એ 150 ફીટ ઊંડાઈમાંથી કર્યુ રેસ્ક્યુ - Video

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી

પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવવાના આરોપીનું મોત, પોલીસ વાહનમાંથી કૂદી પડ્યાનો દાવો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

Aaj Nu Panchang- 14 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ
Show comments