Dharma Sangrah
✕

CM રૂપાણીના મત વિસ્તારમાં ચૂંટણીનો બહિષ્કાર કરતાં લખાણો લખાયાં

Updated: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (15:22 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના મતવિસ્તારમાં એ.જી. સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા 200 પરિવારના લોકોએ ખરાબ રસ્તા, ડ્રેનેજ સહિતની સમસ્યાથી કંટાળી આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે અને મતદાનનો બહિષ્કાર કરીએ છીએ તે પ્રકારના પોસ્ટર સોસાયટીના ગેઇટ બહાર લગાડવામાં આવ્યા છે.  આ સાથે જ સોસાયટી આસપાસ રાખેલી ફેન્સિંગવાળી દીવાલ તૂટી ગયા બાદ વર્ષોથી રીપેર કરવામાં આવી નથી. છેલ્લા 4 વર્ષથી આ સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે.

જે બાબતે એ. જી.ના મેનેજર અને કોર્પોરેશન કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ જવાબદાર અધિકારીઓએ એકબીજાને ખો આપી હતી. એ.જી. સ્ટાફ ક્વાર્ટરમાં 200થી વધુ પરિવાર વસવાટ કરે છે તે તમામ લોકો છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તા, ડ્રેનેજની સામસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે હાલ મહિલાઓ મેદાને આવી છે અને પોતાની સોસાયટીના ગેઇટ પર મતદાનનો બહિષ્કાર કરીએ છીએ, કોઈ જ પક્ષે મત માગવા અહીં આવવું નહીં આ પ્રકારનું પોસ્ટર લગાવી પોતાનો ઉગ્ર રોષ રજૂ કર્યો છે.

વધુ જુઓ..

Chakali Recipe- ગુજરાતનો ખૂબ જ લોકપ્રિય અને ક્રિસ્પી નાસ્તો ચકલી

ઘરે પેંડા બનાવવાની રીત; થોડી સામગ્રી સાથે સરળ રેસીપી

બદામ ચોકલેટ બાઇટ્સ રેસીપી

Diwali snacks recipe- દિવાળીના ફરસાણ

સુરતી ઘારી રેસિપી: ઘરે બનાવો સુરતની પ્રખ્યાત પરંપરાગત મીઠાઈ

વધુ જુઓ..

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

આગળનો લેખ
Show comments