આઈપીએસ અને આઈએએસ અધિકારીઓએ મારી સેક્સ સીડી જાહેર કરવાની ધમકી આપી હતી - હાર્દિક
હાર્દિક પટેલે પોતાની કથિત સેક્સ વીડિયો ક્લિપ્સ અંગે કહ્યું હતું કે, જો હું ખોટો હોઉ તો મને મારી નાખજો, પરંતુ આ લડત મારા વિશે નથી, આ પાટીદાર મહિલાઓ, ખેડૂતો અને સમગ્ર સમાજ માટે છે.હાર્દિકે આ ષડયંત્રમાં રાજ્યના વહીવટકર્તાઓને પણ ધસડ્યા છે. હાર્દિકે કહ્યું હતું કે, કેટલાંક IAS-IPS ઓફિસરોએ મને ધમકાવ્યો હતો અને કહ્યું હતું કે જો હું આ આંદોલન પાછુ નહીં ખેંચું તો મારી છબી ખરાબ કરવા માટે મારા સેક્સ વીડિયો જાહેર કરી દેવાશે.
હું તેમની બ્લેકમેલિંગ સામે ન ઝુક્યો જેથી BJPએ આ વીડિયો બહાર પાડી દીધા. હાર્દિકે કહ્યું કે, હવે મને જાતીય સતામણીના કેસમાં ફસાવવામાં આવી શકે છે. તેમણે મને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો રાજદ્રોહનો કેસ કર્યો અને ફેક સેક્સ ટેપ પણ રજૂ કર્યા. હવે તેઓ મારી વિરુદ્ધ ભવિષ્યમાં કોઈક સ્ત્રી દ્વારા જાતીય સતામણીનો કેસ કરાવશે. તેમ છતાં હું ચૂપ નહીં બેસું. લોકો મારી અને હું તેમની સાથે છું. કોંગ્રેસના નેતા સચિન પાયલટ જે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા છે તેમણે કહ્યું કે, આ સેક્સ ટેપ દ્વારા હાર્દિકની છબી ખરડાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સ્વચ્છ રાજકારણનો ઉદાહરણ નથી.પાર્ટીએ તેમના મુદ્દાઓ અને પ્રદર્શનના દમ પર ચૂંટણી લડવી જોઈએ.