ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (14:19 IST)

ગુજરાતમાં કાયમી પોલીસ વડા માટે પૂર્વ આઈપીએસ રાહુલ શર્માએ પીઆઈએલ કરી

ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી ઈનચાર્જ પોલીસવડાની નિમણૂકને લઈને ભૂતપૂર્વ IPS રાહુલ શર્માએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી દાખલ કરી છે. આ PIL અનુસાર રાજય સરકાર પોલીસને પોતાના હાથની કઠપૂતળી બનાવવા માગે છે તેવો સંદેશો જાહેર જનતાને પહોંચે છે. ગઈકાલે આ PILની સુનાવણી બાદ હાઈકોર્ટ દ્વારા આ મામલે સરકારને ખુલાસો કરવા આદેશ કરાયો છે. નોંધનીય છે કે ૧૫ એપ્રિલ, ૨૦૧૬થી ગુજરાત પોલીસવડાની પોસ્ટ હંગામીપણે જ ભરાઈ રહી છે. આ PILમાં સરકારને કાયમી DGPની નિમણૂક કરવા માટે નિર્દેશ કરાય તેવી માંગણી કરાઈ છે. તેમજ હાલના DGPનો કાર્યકાળ સમાપ્ત થાય તેના મહિના પહેલાથી જ કાયમી DGPની નિમણૂક કરાય તેવી માંગણી કરાઈ છે. શર્મા દ્વારા ફરિયાદ કરાઈ છે કે રાજયમાં ૬ DGP રેન્ક ધરાવતા ઓફિસર્સ હોવા છતા સરકાર કાયમી DGPની નિમણૂંક કરતી નથી. હાલના DGP ગીથા જોહરી પણ ઈનચાર્જ પોસ્ટ પર જ છે. ઈનચાર્જ DGPની નિમણૂંક બોમ્બે પોલીસ એકટ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ વિરુદ્ઘ છે.