શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ - , શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (12:02 IST)

Big Breaking: મુંબઈના પરેલ એલફિંસ્ટન રેલવે બ્રિઝ પર મચી નાસભાગ, 15ના મોત 35 ઘાયલ

મુંબઈના પરેલ-એલફિંસ્ટન રેલવે બ્રિઝ પર મોટી ભગદડ થઈ છે. આ ભગદડમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે કે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે.મળતા અહેવાલ અનુસાર ખૂબજ ભીડ અને અફવાને કારણે આ નાસભાગ મચી છે. આ ઘટના 11 કલાકની આસપાસ થઈ હોવાના અહેવાલ છે. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. જે જગ્યાએ નાસભાગ થઈ છે ત્યાં ભીડ પૂજા કરનારા લોકોની હતી. રાહત અને બચાવનુ કાર્ય ચાલુ છે. 
 
અત્યાર સુધી સ્પષ્ટ નથી કે આ નાસભાગ કેમ થઈ છે. પણ જે શરૂઆતી માહિતી મળી છે તેના મુજબ સવારનો સમય હતો અને ભીડ ખૂબ વધુ હતી ત્યારે અફવા ફેલાઈ અને જે કારણે નાસભાગ થઈ. આ ઘટના સવારે લગભગ 10.30  વાગ્યે થઈ છે. આ દુર્ઘટૅના ભીડને કારણે બની. 
 
કેમ થઈ દુર્ઘટના ?
 
હજુ સ્પષ્ટ નથી કે દુર્ઘટના કેમ બની.. પણ જે માહિતી મળી છે તેના મુજબ બે ત્રણ પ્રકારની અફવાઓ ફેલાઈ અને જેને કારણે આ ઘટના બની. એવુ કહેવાય રહ્યુ છે કે બ્રિઝનો એક શેડ પડી જવાથી અફરાતફરી મચી અને આ દરમિયાન અફવા ફેલાઈ કે શોર્ટ સર્કિટ થયો છે.  લોકો નાસભાગ કરવા લાગ્યા અને મોટી સંખ્યામાં લોકો ફસાય ગયા. 
 
આજે મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે ટ્રેન લેટ ચાલી રહી હતી. 
 
ઉલ્લેખનીય છે કે આ બ્રિઝ વેસ્ટર્ન અને ઈસ્ટર્ન રેલવે લાઈનને જોડતો હતો અને આ બ્રિઝ પર ખૂબ ભીડ રહે છે.