રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (11:07 IST)

Rain in Mumabi - શાળા-કોલેજ બંધ, 11 ટ્રેન રદ્દ, 56 ફ્લાઈટ ડાયવર્ટ

મુંબઈમાં ભારે વરસાદની ચેતાવણી રજુ કરવામાં આવી છે. ભારે વરસાદને જોતા શાળા-કોલેજ બંધ રહેશે. સાથે જ ટ્રેન પણ કેંસલ થઈ છે. મોસમ વિભાગ મુંબઈના મુજબ આગાઁઈ 24 કલાકમાં કેટલાક સ્થાન પર ભારે વરસાદ થઈ શકે છે. 
 
વરસાદને કારણે કુલ 11 ટ્રેન રદ્દ થઈ છે. તેમા છ સેંટ્રલ રેલવે અને પાંચ વેસ્ટર્ન રેલવેની ટ્રેન છે. બે ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. બીજી બાજુ હવાઈ પરિવહન પર પણ ખરાબ અસર પડી છે.  56 ફલાઈટ અત્યાર સુધી ડાયવર્ટ કરવામાં આવી છે.  ટિફિનવાળા પણ આજે કામ પર નહી જાય. 
 
મુંબઈના બગલમાં રાયગઢ જીલ્લામાં અતિ વૃષ્ટિનુ પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર સરકારે ભારે વરસાદને ધ્યાનમાં રાખતા મુંબઈ મહાનગરીય ક્ષેત્ર (એમએમઆર) માં શાળા અને કોલેજોને આવતીકાલે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. 
 
મહારાષ્ટ્રના શિક્ષા મંત્રી વિનોદ તાવડેએ ટ્વીટ કર્યુ, મિશ્રિત પૂર્વાનુમાનોને કારણે સુરક્ષા મટે શાળા બંધ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ રજા દિવાળીની રજાઓમા ગણવામાં આવશે. કેટલાક સ્થાન પર અતિવૃષ્ટિ પણ થઈ શકે છે. દક્ષિણ કૉંકણ માટે પણ આ જ પ્રકારની આગાહી કરવામાં આવી છે.