આગામી ડિસેમ્બરમાં ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે
ઓકટોબર માસના મધ્યમાં ચૂંટણી કમિશન ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. પંચ ગુજરાતમાં ડિસેમ્બર માસમાં બે તબક્કામાં ચૂંટણી યોજવા વિચાર કરી રહ્યું છે. આ ચૂંટણીમાં પહેલીવાર ઇલેકશન કમિશન કોઈપણ રાજયમાં સમગ્ર ચૂંટણી પૂર્ણરૂપે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેઇલ(VVPAT) મશિન દ્વારા કરાવશે. આ મશિનની મદદથી મતદાતા પોતે જેને વોટ આપ્યો છે તેને વોટ મળ્યો છે કે નહીં તે રિસિપ્ટ દ્વારા નિશ્ચિત કરી શકશે.
ગુજરાતમાં ચૂંટણી વ્યવસ્થાની તૈયારી અંગે નિરિક્ષણ કરવા માટે ઓકટોબરના બીજા સપ્તાહમાં ઇલેકશન કમિશન રાજયમાં આવી શકે છે. ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા અંગે વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલની આગેવાનીમાં કોંગ્રેસનું ડિલિગેશન ઇલેકશન કમિશનને મળ્યું હતું. તેમણે ૧૦૦% VVPAT, નિશ્ચિત ટકાવારીમાં પેપર ટ્રેઇલ રિસિપ્ટની ગણતરી, પોલિંગ સ્ટેશનમાં સીસીટીવી અને અસામાજીક તત્વોથી મતદાન પ્રક્રિયાની સુરક્ષા તેમજ સરકારી અધિકારીઓને તેમના ગૃહ જિલ્લામાંથી અન્યત્ર ફરજ આપવાની માગણી કરી હતી.