Webdunia - Bharat's app for daily news and videos

Install App

સામાન્ય વર્ચસ્વ ધરાવતા અપક્ષોના હવે ભાવ બોલાવા માંડ્યાં

Updated: શનિવાર, 11 નવેમ્બર 2017 (12:35 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજો મોરચો ક્યારે સફળ બન્યો નથી પણ અપક્ષ ઉમેદવારો અને ત્રીજો મોરચો ભાજપ કૉંગ્રેસ માટે હારજીતનું કારણ બન્યા છે. આ વખતની ચૂંટણીમાં પણ જ્ઞાતિઓમાં થોડો ઘણો પ્રભાવ ધરાવતા અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવાના ભાવ બોલાય રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિવાદ હાવી છે ત્યારે આવા અપક્ષ ઉમેદવારોની બોલબાલા રહેશે અને પાર્ટીઓ મોટી સંખ્યામાં આવા સમીકરણો સર્જી શકે અને પરિણામ પર અસર કરી શકે તેમને વીણી વીણીને ચૂંટણી મેદાનમાં ઉતારશે.

રાજકીય પક્ષો દ્વારા જે તે વિધાનસભામાં આવા ઉમેદવારો શોધવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી સમયે આવા અનેક કાવાદાવા, વ્યૂહ અને રણનીતિના કારણે ચૂંટણીનો માહોલ જીવંત પણ લાગતો હોય છે. એ જાણીને નવાઈ લાગશે કે ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૮૮ ઉમેદવાર એવા હતા જેમને એટલા ઓછા મત મળ્યા હતા કે તેમની ડિપોઝિટ જપ્ત થઈ જવા પામી હતી. કુલ ૨૯૭૦ ઉમેદવારોએ ગત ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા. જેમાં ૨૭૭૯ પુરુષ અને ૧૯૧ મહિલા ઉમેદવાર હતા. તેમાંથી ૬૫૮ ઉમેદવારોના ફોર્મ અયોગ્ય માહિતી કે અન્ય ભૂલના કારણે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કે જ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૯૧ પુરુષ અને ૬૭ મહિલા ઉમેદવાર હતા. જ્યારે ૬૧૯ પુરુષ અને ૨૭ મહિલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. તેના કારણે ચૂંટણી મેદાનમાં ૧૫૬૯ પુરુષ ઉમેદવાર અને ૯૭ મહિલા ઉમેદવાર સાથે કુલ ૧૬૬૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અમદાવાદમાં સૌથી વધુ ૧૬૬ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. જ્યારે ડાંગમાં સૌથી ઓછા પાંચ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવા પામી હતી. ડિપોઝિટ જપ્ત થઈ જનારો એક વર્ગ એવો હોય છે જે રાજકીય પક્ષના ઇશારે ઉમેદવારી નોંધાવે છે. જે તે વિધાનસભા વિસ્તારમાં હરીફ ઉમેદવારના મત તોડવા માટે પક્ષ આ પદ્ધતિ અપનાવે છે. જેમાં દાખલા તરીકે શંકરસિંહ રાજપૂત ઉમેદવારી કરતા હોય તો તે નામના તે વિસ્તારમાં રહેતા વ્યક્તિને તૈયાર કરીને ઉમેદવારી કરાવવામાં આવે છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટ છે,

100 કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી પર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

આગળનો લેખ
Show comments