બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 11 નવેમ્બર 2017 (11:27 IST)

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દક્ષિણ ગુજરાતમાં મહાસંપર્ક યાત્રામાં જોડાયાં

ગુજરાતની ચૂંટણીને લઈને પ્રચાર અર્થે શનિવારે સ્મૃતિ ઈરાની   નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ગુજરાત ગૌરવ મહાસંપ્રક અભિયાનમાં ભાગ લેવા નીકળ્યાં હતાં.સુરત એરપોર્ટ પર સ્મૃતિ ઈરાનીનું ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્મૃતિ નવસારી તરફ નીકળ્યાં હતાં. જ્યાં સ્મૃતિ ઈરાની પ્રીતમ ચોક, સિંધી કોલોની, શિવાજી ચોક, ઘેલખડી, ઉત્તમ પાર્ક, કાલિયાવાડી જઈને અભિયાન કરશે. 


ત્યાર પછી તેઓ સુરત જશે. વલસાડ,પારડી,ઉમરગામ,ગણદેવી,જલા
લપોર અને નવસારી વગેરે વિધાનસભા ક્ષેત્રના ત્રણ જિલ્લામાં કુલ 6000થી વધુ કાર્યકર્તાઓને ઘરે-ઘરે જઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશને અને ભાજપના સુશાસનની સફળતા જન-જન સુધી પહોંચાડી રહ્યાં છે. ઘર-ઘર ચાલો અભિયાનનાં આ રાજ્યવ્યાપી કાર્યક્રમમાં ભાજપના બધા જ પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સહીત પ્રદેશ સ્તરના નેતા અને સમગ્ર દક્ષિણ ગુજરાતના અલગ-અલગ વિધાનસભા વિસ્તારના પંચાયત સ્તર સુધી પહોંચીને ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનને સફળ બનાવવા એક સાથે જોડાઈ ગયા છે.