Dashama Vrat Wishes in Gujarati : દશામાં એ મોમાઈ માનું પ્રતીક છે. એવુ કહેવાય છે કે, જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો તે દશામાં નુ વ્રત કરવાથી સુધરે છે. દશામાતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ માસના દશમને દિવસે પૂરું થાય છે. દશામાનુ વ્રત દસ દિવસ ચાલે છે. જેમાં ભક્તો માની માટીની મૂર્તિને સ્થાપિત કરે છે અને તેની આરાધના કરે છે. અહી અમે આપને માટે લાવ્યા છીએ દશામાતા વ્રતના શુભેચ્છા સંદેશ અને મેસેજીસ જેના દ્વારા તમે તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા આપી શકો છો.
1 જો આપણે વિચારો અને કર્મોની
દિશા યોગ્ય રાખીશુ તો
આપણી દિશા સુધારવામાં
ઈશ્વર દરેક સમયે મદદ માટે તૈયાર રહેશે
દશામા વ્રતની શુભેચ્છા
2 દશામાતા કહે છે જે શ્રદ્ધાપૂર્વક
મારુ ધ્યાન કરે છે તેમના દિલમાં
અને જે ઘરમાં સાફ-સફાઈ રાખીને
દરેક સાથે પ્રેમભાવથી રહે છે
તેમના ઘરમાં રહુ છુ
દશામા વ્રતની શુભેચ્છા 2025
3 દશામાં વ્રતની આપ સૌને શુભેચ્છા
દશામા તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે
તમારા જીવનની દશા સદાય સારી રહે
Happy Dashama Vrat 2025
4. દશામા વ્રતના દસ દિવસ
તમારા ઘરમાં રહે ખુશીઓનો વાસ
આવે ન કોઈ દુ:ખ કે અડચણ
બન્યો રહે સૌનો સાથ
Happy Dashama Vrat 2025
5 . દિવડા ઝગમગ ઝગમગ થાય.
આરતી દશામાની થાય.
દિવડા ઝગમગ ઝગમગ થાય.
માંડી અમે લાવ્યા છે સાઢણીની જોડ.
માંડી તમે બેસો તો આનંદ થાય.
દિવડા ઝગમગ ઝગમગ થાય.
દશામા વ્રતની શુભેચ્છા
6. દેવી દશા નમો નમ:
ત્રિશૂલ ધારિણી નમો નમ:
કષ્ટ નિવારિણી નમો નમ
ૐ એન ક્લીન નમો નમ:
દશામાતાની કૃપા આપ સૌ પર કાયમ રહે
હેપી દશામા વ્રત 2025
6. નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તુ વેલ વધારે પુત્રને પરિવાર રે
નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તુ વેલ વધારે પુત્ર ને પરિવાર રે
આપ સૌને દશામા વ્રતની શુભેચ્છા
Happy Dashama Vrat 2025
7. હો દિન દુઃખીયા તમારી પારે રે આવતા
મનની મુરાદો તમે પુરી રે કરતા
હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર
દશામા વ્રતની શુભકામનાઓ