ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2017 (10:24 IST)

ગુજરાતમાં ભાજપ મહિલાઓને વધુ પ્રાધાન્ય આપશે- સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઝોક મહિલાઓ તરફી રહેશે. ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે ભાજપ તેમના પર પસંદગી ઉતારશે તેવી વાતને તેમણે અફવા ગણાવી હતી. સ્મૃતિ ઈરાનીએ પદ્માવતી ફિલ્મ અંગે ચાલતા વિવાદનો જવાબ આપવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધી જે રીતે હાલમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળે છે તે અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે રાહુલ કરે છે કે પછી પીડી? તેણે કહ્યું કે સુરતમાં જ્યારે રાહુલને આવકારવામાં આવ્યા ત્યારે મોદી મોદીના નારા લાગ્યા હતા, તે પણ સોશિયલ મીડિયા દ્વારા સારી રીતે લેવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં તેણે સુરતમાં જરી અને ટેક્ષટાઈલ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાત કરી હોવા અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે તેમના મંત્રાલયે તમામ વિગતો જીએસટી કાઉન્સિલને અગાઉથી જ મોકલી દીધી છે. કાલે તે તેના નિરાકરણ સાથે આવ્યા હતા. તેણે કહ્યું કે કાર્ય અને પ્રક્રિયા કે જે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે. તેમાં કેટલાંક નિષકર્ષો મેળવવામાં આવ્યા છે. વેપારીઓએ તેમની સાથેની મુલાકાતમાં એવું જણાવ્યું હતું કે વેપારીઓ ટેક્ષ ભરવા તૈયાર છે પણ તેમને જે સિસ્ટમમાં મુશ્કેલીઓ પડે છે તેનું નિરાકરણ આવે તે જરૂરી છે