સંબંધિત સમાચાર
- અનામત મુદ્દે કપિલ સિબ્બલ અને પાસના આગેવાની બેઠક, હાર્દિક ગેરહાજર પણ તેને મળીને પાસ નિર્ણય લેશે
- LIVE: હિમાચલ વિધાનસભા ચૂંટણી 2017ની 68 સીટો માટે વોટિંગ શરૂ
- ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭
- સુરતના ઈતિહાસમાં પહેલીવાર એવું શું બન્યું કે અમિત શાહની સભામાંથી ભાજપના કાર્યકરોએ ચાલતી પકડી?
- Video - કોંગ્રેસના ઉપાધ્યક્ષે સુરતમાં સુરતી લોચો આરોગવાની મજા માણી
અમે 150નો ટાર્ગેટ પુરો કરીને બતાવીશું - રૂપાણી
વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે આજે સીએમ વિજય રૂપાણી, અમિત શાહ, વી.સતિષ, સામપિત્રોડા, મધુસૂદન મિસ્ત્રી સહિત ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વડોદરાની મુલાકાતે છે. સીએમ વિજય રૂપાણી આજે વડોદરાના ન્યૂ સમા રોડ વિસ્તારમાં નાગરિકો સાથે જનસંપર્ક કર્યો હતો. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, અમે આ ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવીને કોંગ્રેસને ઉખાડીને ફેંકી દઇશું.
સીએમ વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ જાતિવાદની રાજનિતી રમી રહ્યુ છે તે અમે નહીં ચલાવી લઇએ અને પ્રજા પણ હવે સમજી ગઇ છે. કોંગ્રેસ પાટીદારોને અનામતના મામલે ઉલ્લુ બનાવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુરુવારે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે.