ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭
સેવા-મતદારોને ઈલેક્ટ્રોનિક માધ્યમથી પોસ્ટલ બેલેટ મોકલવા માટે ઝડપી અને સલામત
ઈટીપીબીએસ પ્રણાલી અમલી બનાવાશે
મતદાનની ગુપ્તતા જળવાય તે માટે નવી ડિઝાઈનની મતકુટીર
વિવિધ માધ્યમો દ્વારા પ્રત્યેક મતદાર સુધી પહોચવા તંત્રનાં પ્રયાસો
વિદ્યાર્થીઓના માધ્યમથી ૫૦ લાખ થી વધુ પરિવારોને મતદાન અંગેનો સંકલ્પ લેવડાવવાનો પ્રારંભ
૭૫ લાખથી વધુ મતદાન જાગૃતિના પેમ્ફ્લેટનું વિતરણ
સ્ટેટ આઈકોન ટેસ્ટ ક્રિકેટર શ્રી ચેતેશ્વર પૂજારાએ ટી-20 મેચ પહેલાં મતદાન અંગે પ્રેક્ષકોને પ્રત્યક્ષ
રીતે શપથ લેવડાવ્યા
સાંસ્કૃતિક પરંપરાથી સોશિયલ મીડિયા સુધીના તમામ આયામો દ્વારા ચૂંટણી તંત્રનો ઈવીએમ-
વીવીપેટના ઉપયોગ તથા મતદાન અંગેનો પ્રચાર-પ્રસાર
રાજ્યભરમાંથી બે લાખથી વધુ પોસ્ટર્સ, બેનર્સ સહિત દિવાલ પરના લખાણો હટાવાયા
રાજ્યનાં ૫૬,૪૦૬ હથિયાર પરવાનેદારો પૈકી ૪૩,૫૬૦એ પોતાના હથિયાર જમા કરાવ્યા.
ચૂંટણી તંત્રને મળેલી કુલ ૩0 રજૂઆતો