1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી ભજન
  4. ram rakhe tem rahiye bhajan lyrics

રામ રાખે તેમ રહીએ - ram rakhe tem rahiye

ram rakhe tem rahiye
રામ રાખે તેમ રહીએ, ચાલો આજ પ્રભુ ભજનમા જઈએ 
આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ચાલો પ્રભુ ભજનમા જઈએ
 
કોઈ દિન પે'રણ હીર ને ચીર, (તો) કોઈ દિન સાદાં રહીએ. ચાલો.. 
 
કોઈ દિન ભોજન શીરો ને પૂરી, (તો) કોઈ દિન ભૂખ્યાં રહીએ. ચાલો.. 
 
કોઈ દિન રહેવાને બાગબગીચા, (તો) કોઈ દિન જંગલ રહીએ. ચાલો.. 
 
કોઈદિન સૂવાને ગાદી ને તકિયા, (તો) કોઈદિન ભોંય સૂઈ રહીએ.ચાલો.. 
 
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સુખદુઃખ સૌ સહી રહીએ. ચાલો..