મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 9 નવેમ્બર 2017 (12:38 IST)

અનામત મુદ્દે કપિલ સિબ્બલ અને પાસના આગેવાની બેઠક, હાર્દિક ગેરહાજર પણ તેને મળીને પાસ નિર્ણય લેશે

હાર્દિકે કોગ્રેસને 8 નવેમ્બર સુધીમાં અનામત કેવી રીતે આપશે તે અંગેની સ્પષ્ટતા કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કપિલ સિબ્બલ અને કોગ્રેસના બીજા અન્ય નેતા તથા પાટીદારોના અગ્રણીઓ સાથે અનામત વિશે બુધવારે રાત્રે ચર્ચાઓ કરવામાં આવી હતી. પાટીદારોનું આનામત આંદોલન ક્યારે બંધ થશે તેના પર હવે કદાચ પૂર્ણ વિરામ મૂકી શકાય તેમ છે. આ બેઠકમાં પાસ અને આંદોલનના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. પરંતું હાર્દિક પટેલ આ બેઠકમાં ગેરહાજર રહ્યો હતો.

હાર્દિકના આંદોલનના અલ્ટીમેટમને લઇને બુધવારે રાત્રે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ અમદાવાદ ખાતે આવ્યા હતા. અને તેમણે પાર્ટીના કાર્યાલય પર અનામત આંદોલન સમિતિની કોર કમિટી સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ મીટિંગ મોડી રાત્રે 11 વાગ્યે શરૂ થઇ હતી. જેમાં પાસના 13 જેટલા નેતાઓએ હાજરી આપી હતી.   આ મીટિંગ બંધ બારણે યોજાય હતી. જેમાં કોંગ્રેસ કઇ રીતે સંવિધાનીક અનામત આપશે તે બાબતે ચર્ચા થઈ. ત્યારબાદ પાસના નેતા દિનેશ બાંભણિયાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી.આજે કોંગ્રેસે ખૂબ સારા વાતાવરણમાં યોગ્ય રીતે બંધારણીય સંશોધન કરી અનામત આપવાની વાત કરી છે. આ વાત આવકાર્ય છે. ભાજપે તો માત્ર આંદોલન તોડવા અને ધાક ધમકીઓ આપવા જ બેઠકો કરી હતી. કોઇ પણ વર્ગને અનામતમાં આંચ ન આવે તેમ પાટીદારોને અનામત આપવાની વાત છે , EBC  અમને માન્ય નથી. બંધારણના દાયરામાં રહી અનામત જોઇએ છે અને લઇશું. કોંગ્રેસે પાટીદારોની માંગણીઓ સ્વીકારી છે. હવે કોંગ્રેસ સાથે પણ છેલ્લી મીટિંગ છે