Dashama No Thal
દશામા ભાવ તણાં ભોજન જમો
દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે,
પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
લચપચતા મગસના લાડુ, માખણ મિસરી તણા રે ભોજન.ભોજન...
સૂરણ રતાળુ તળિયા ભાવે, ખમણ પાત્રા પ્રેમે બનાવ્યા,
મધુ-મેવા પકવાન મીઠાઈ, મઘમઘતા છે ભોજન. ભોજન....
અમૃત ભરેલી આ ઝારી, પાવન ગંગાજળથી ભરેલી, ઉપર પાનનાં બીડાં જમો રે, લવિંગ એલચી, સોપારી રે. ભોજન...
પાકિસ્તાને અરશદ નદીમને બતાવ્યો ઠેંગો, ઓલમ્પિક ગોલ્ડ જીત્યા બાદ પ્લોટ આપવાનું આપ્યું હતું વચન, હવે અસત્ય આવ્યું સામે
દશામા જલદી જમવા આવોને
દેશામાં જલદી જમવા આવોને, માડી જમવા આવોને, સાત દિવસના સાત ભોજનિયાં મૈયા જલદી જમવા આવોને...
સોમવારે શિખંડ-પૂરી, મૈયા જલદી જમવા આવોને...
બુધવારે બરફી-જલેબી, મૈયા જલદી જમવા આવોને...
ગુરુવારે દૂધપાક-પૂરી, મૈયા જલદી જમવા આવોને...
શુક્રવારે શીરો-પૂરી, મૈયા જલદી જમવા આવોને...
શનિવારે ધારી-પૂરી, મૈયા જલદી જમવા આવોને...
રવિવારે રસ ને રોટલી, મૈયા જલદી જમત્રી આવોને...
ભક્ત તણી વિનંતી સુણી, દશામા દ્વારકાથી આવ્યાં રે સાત દિવસનાં સાત ભોજનિયાં, દશાળાંએ પ્રેમથી આરોગિયાં રે...
Edited By- Monica sahu