1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 9 જુલાઈ 2025 (15:10 IST)

Dashama Vrat 2025 - દશામાં વ્રત ક્યારે છે, જાણો પૂજા વિધિ

Dashama Vrat 2025- આ વર્ષે, દશામા વ્રતનો પ્રારંભ 24 જુલાઈ, 2025 ના રોજ થશે અને તેની પૂર્ણાહુતિ 02 ઓગસ્ટ, 2025 ના રોજ થશે.

દશામા વ્રતના પ્રથમ દિવસે દશામા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.

દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દશમ સુધી કરવાનુ હોય છે.

સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે .

પૂરા દસ દિવસ સુધી દશામા વ્રત રાખે છે અને દરરોજ દશામા વ્રતની કથા કરે છે.

દશામા વ્રતના દસમા દિવસે દશામા માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.
આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે

દશામાનુ વ્રત કરવાથી ગરીબને ધન મળે છે. વાંઝિયાના ઘરે પારણુ બંધાય છે. રોગીને નિરોગી કાયા મળે છે

આ વ્રત વચ્ચે વચ્ચે છોડી શકાય નહીં. આમ કરવું અશુભ માનવામાં આવે છે. 


Edited By- Monica Sahu