Daily Horoscope
✕

સ્ટાઇલીશ દેખાવ

Updated: ગુરુવાર, 23 ઑગસ્ટ 2007 (12:24 IST)

આજકાલ પોતપોતાની ચિંતાવાળા યુગમાં સ્કુલ, કોલેજ અને વર્કીંગ વુમનો તેમજ મહિલાઓમાં ફેશનનો એક નશો છવાયેલો છે. બજારમાં પણ તમે જુઓ તો ફેશનને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરે છે.

જેમકે અત્યારે ટ્રેડીશનલ એમ્બ્રોડરી, શાઈની લુક અને ઇંડો વેસ્ટર્નની સાથે સાથે બ્રાઇટ કલરનો લુક વધુમાં વધું જોવા મળે છે. ફેશનની સાથે સાથે થોડુક પોતાનાપણુ પણ હોય છે. અને તેને અનુરૂપ સ્ટાઇલીશ વસ્તુઓજોવાની અને બતાવવાની દોડમાં આજકાલની યુવતીઓ પણ ભાગ લઈ રહી છે.

આજકાલ બજારમાં ઘણી બધી સ્ટાઇલના જુદા જુદા બેગ પણ જોવા મળે છે જે આકર્ષક હોવાની સાથે સાથે સ્ટાઇલીશ અને ખુબ જ સુંદર પણ હોય છે. આમાં અલગ અલગ સ્ટાઇલથી બનેલ પેપર બેગ, જૂટ બેગ અને પર્સ વગેરેમાં કેટલાય પ્રકારની અગણિત વસ્તુઓ બજારમાં જોવા મળે છે. જેના દ્વારા તમે બધાથી અલ્ગ દેખાઇ શકો છો.

વળી હવે તો જુદી-જુદી બ્રાંડના ખુબ જ સુંદર અને સ્ટાઇલીશ ચપ્પલ પણ મળે છે તેથી તમારા કપડાઓને મેચ થતાં ચપ્પલ ખરીદીને તેનાથી તમારી સ્ટાઇલમાં તમે નવો નિખાર લાવી શકો છો.

જો તમારે વધારે સ્તાઇલીશ દેખાવું હોય અને તમને બંગડીનો શોખ હોય તો તમે તમારા ડ્રેસને મેચ થતી બંગડીઓ પણ ખરીદી શકો છો. જેમાં તમને વિવિધ વેરાયટી મળી જશે જેમકે હવે તો કાચ સિવાય પણ ઘણી બધી ધાતુની બંગડીઓ મળે છે. જે તમને એકદમ ટ્રેંડી લુક આપી શકે છે.

હા જો તમે ડ્રેસ પહેર્યો હોય તો તેની સાથે સ્ટાઇલીશ બિંદી જરૂર લગાવો જેનાથી તમે એકદમ અલગ જ લાગશો. પણ હા બિંદી લગવતી વખતે તે બાબતનું ધ્યાન જરૂર રાખો કે તે પ્રસંગોનુસાર હોવી જોઇએ.

આ રીતે તમે સ્ટાઇલીશ દેખાઇ શકો છો પરંતુ હા જો તમારે વધું સ્ટાઇલીશ દેખાવું હોય તો થોડા થોડા સમયે તમે તમારો લુક બદલી શકો છો એટલે કે વાળની હેરસ્ટાઇલ બદલો, કપડામાં થોડોક થોડોક ચેંજ લાવો જેનાથી તમે વધું સ્ટાઇલીશ દેખાઇ શકો છો.

પરંતુ વધું પડતાં સ્ટાઇલીશ દેખાવા જતાં એ વાતનું જરૂર ધ્યાન રાખો કે તમે જે પણ પહેરો છો જે પણ હેરસ્ટાઇલ રાખો છો તે તમને શુટ થાય છે કે નહી. નહીતર એવું ન બને કે સ્ટાઇલીશ દેખાવાને બદલે વધું ખરાબ દેખાવ.

વધુ જુઓ..

દુશ્મન ટેન્ક મુશ્કેલીમાં છે! અદાણી ડિફેન્સે પોખરણમાં એક મોટું પ્રદર્શન કર્યું, જેમાં 'બઘીરા AT1' એ એકસાથે બે એન્ટી ટેન્ક મિસાઇલો છોડ્યા

દેશવાસીઓએ મારી વાત સાંભળી, પૈસા બચાવ્યા, અને... પીએમ મોદીએ સોનાના ભાવ કેવી રીતે ઘટ્યા તે સમજાવ્યું

૧૨૧ કિલો સોનાનું ગુપ્ત દાન! કંપનીના શેર વેચીને ૭,૦૦૦ કરોડ રૂપિયા કમાયા, તિરુપતિ મંદિરને ૧૬૦ કરોડ રૂપિયાના દાગીના અર્પણ કરશે

કચ્છમાં એક ભયાનક અકસ્માત: ટ્રેલર સાથે અથડાતાં કારમાં સવાર સાત લોકોના મોત. પરિવારમાં એક આર્મી સૈનિકનો પણ સમાવેશ થાય છે

અમદાવાદમાં અમૃતાનંદમયી દેવી અમ્માનું ભવ્ય આગમન, દર્શન માટે ઉમટ્યા હજારો ભક્તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લીધા આશીર્વાદ

વધુ જુઓ..

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

Show comments