Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રિક્સ પે (BRICS Pay) શુ છે અને આ કેવી રીતે કામ કરશે ? સ્વિપ્ટ સાથે હરિફાઈની સંમ્પૂર્ણ સ્ટોરી

Updated: ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2026 (16:04 IST)
BRICS Pay
 

બ્રિક્સ પે શુ છે અને કેવી રીતે કામ કરશે ?  SWIFT vs BRICS Pay નુ આખુ ગણિત  Explained 

 
પશ્ચિમી દેશોના નાણાકીય અને આર્થિક વર્ચસ્વને પડકાર આપવા માટે બ્રિક્સ (BRICS) દેશોના સમૂહે એક મોટુ પગલુ ઉઠાવ્યુ છે. નવી દિલ્હીમાં આયોજીત 18 મા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન સભ્ય દેશોએ સ્થાનીક મુદ્રાઓમા વેપાર અને સીમા પાર (Cross-Border) ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે ‘બ્રિક્સ પે’ (BRICS Pay) મા રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
 
 ચુકવણી પ્રણાલીઓમાં "એક નિયમ બધાને બંધબેસતો નથી" એ સિદ્ધાંત અપનાવીને, BRICS નેતાઓએ BRICS ચુકવણી ટાસ્ક ફોર્સ (BPTF) ને ઝડપી, સસ્તો, સુલભ, પારદર્શક અને સુરક્ષિત એવા વ્યવહારુ વિકલ્પો વિકસાવવા માટે સોંપ્યું છે.
 
તક્ષશિલા સંસ્થાના જીઓસ્ટ્રેટેજી પ્રોગ્રામના અધ્યક્ષ મનોજ કેવલરામાણીના જણાવ્યા અનુસાર, "ઉદ્દેશ એક જ વૈશ્વિક સિસ્ટમ બનાવવાનો નથી, પરંતુ એવા વિકલ્પોનો સમૂહ બનાવવાનો છે જે સભ્ય દેશોને તેમના નાણાકીય વ્યવહારોના જોખમોને ઘટાડવામાં મદદ કરી શકે."
 
બ્રિક્સ પે (BRICS Pay) શુ છે અને તે કેવી રીતે કામ કરે છે ?
• શુ બ્રિક્સ પે અમેરિકી ડોલર (USD) અને SWIFT નેટ ?
•  BRICS Pay મા ભારતના UPI અને RuPay ની શુ ભૂમિકા રહેશે ?
• સિક્કા/મુદ્રા ને બદલે સ્થાનીક કરેંસીમાં વેપાર કેવી રીતે થશે ?
• SWIFT શુ છે અને રૂસ-યુક્રેન યુદ્ધ પછી આ વિવાદોમા કેમ આવ્યુ ?  
ALSO READ: ચાર પુત્રોએ માતાને ન આપી મુખાગ્નિ, સમાજસેવી સંસ્થાએ નિભાવ્યો અંતિમ સંસ્કારનો ધર્મ

1. બ્રિક્સ પે શુ છે અને એ કેવી રીતે કામ કરશે  ? (What is BRICS Pay?)

'બ્રિક્સ પે' એક વિકેન્દ્રિત ડિજિટલ ચુકવણી ઇકોસિસ્ટમ છે, જેનો સૌપ્રથમ પ્રસ્તાવ 2018 માં બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યો હતો.
તે કોઈ નવી સિંગલ ચલણ નથી, પરંતુ સભ્ય દેશોના હાલના સ્થાનિક ચુકવણી માળખાને જોડતું નેટવર્ક છે.
 

તે કેવી રીતે કાર્ય કરશે?

1. સ્થાનિક મુદ્રાઓમા લેવડ-દેવડ -   બે દેશો વચ્ચેનો વેપાર સીધો તેમના પોતાના ચલણ (જેમ કે રૂપિયો, રૂબલ અથવા યુઆન) માં કરવામાં આવશે. આનાથી યુએસ ડોલર જેવા તૃતીય-પક્ષ મધ્યસ્થીઓની જરૂર નહી પડે.
2. ઘરેલુ પેમેંટ નેટવર્કનું એકીકરણ: BRICS Pay ના CEO આન્દ્રે મિખાઇલિશિનના મતે, ભારતના UPI અને RuPay, રશિયાના મીર, બ્રાઝિલના Pix અને ચીનના CIPS જેવા માળખાગત સુવિધાઓને એકીકૃત કરવામાં આવશે.
3. ઉપયોગમાં સરળતા: ચુકવણીઓ QR કોડ્સ, ડિજિટલ વોલેટ્સ અથવા મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા સીધા જ સેટલ કરી શકાય છે.
"અમે ડી-ડોલરાઇઝેશન વિશે વાત કરી રહ્યા નથી, પરંતુ અમારા નાગરિકો, કંપનીઓ અને બેંકોને વધુ સુગમતા અને ચુકવણી વિકલ્પો પ્રદાન કરી રહ્યા છીએ."
— આન્દ્રે મિખાઇલિશિન, CEO, BRICS Pay
 

2. બ્રિક્સની બદલતી તસ્વીર  (Expanding BRICS Horizon)

 
2006 માં બ્રાઝિલ, રૂસ, ભારત અને ચીન (BRIC) દ્વારા ગઠિત આ સમૂહમાં 2010 મા દક્ષિણ આફ્રિકા સામેલ થયુ હતુ.  
 
તાજેતરના વર્ષોમાં મિસ્ર, ઈથોયોપિયા, ઈરાન, સઉદી અરબ, યુએઈ અને ઈંડોનેશિયાના જોડાવવાથી હવે તેમા 11 સભ્ય ટીમ સામેલ થઈ ચુકી છે.  આ સમૂહ વૈશ્વિક સ્તર પર ખૂબ જ શક્તિશળી બની ચુક્યુ છે.  
 
- વૈશ્વિક વસ્તી - દુનિયાની લગભગ 49% જેટલી વસ્તી 
- વૈશ્વિક જીડીપી -  દુનિયાની કુલ જીડીપીનો લગભગ 40 % ભાગ 
 

3. સ્વિફ્ટ ની વર્તમાન ભૂમિકા અને પડકારો   

 
 
વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડ-દેવડનું મુખ્ય માધ્યમ બેલ્જિયમ સ્થિત SWIFT (Society for Worldwide Interbank Financial Telecommunication) નેટવર્ક છે. આ 11,000થી વધુ નાણાકીય સંસ્થાઓને જોડતું એક સુરક્ષિત મેસેજિંગ નેટવર્ક છે.
ALSO READ: Gold Silver Price Today- યુએસ ફેડના નિર્ણયને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે; ખરીદી કરતા પહેલા આજના નવીનતમ ભાવ તપાસો.

સ્વિફ્ટ પર નિર્ભરતાનું જોખમ

 
ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશોએ રશિયાની પ્રમુખ બેંકોને સ્વિફ્ટ નેટવર્કમાંથી બહાર (Block) કરી દીધી હતી. આ ઘટનાએ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના મનમાં એ ડર પેદા કર્યો કે પશ્ચિમી નિયંત્રણવાળી નાણાકીય પ્રણાલીનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે થઈ શકે છે.
 
હોંગકોંગ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર એલેજાન્દ્રો રેયેસના જણાવ્યા અનુસાર, આ જ નિર્ભરતા અને ડરે વૈકલ્પિક ચૂકવણી પ્રણાલીઓની માગને ઝડપી બનાવી છે.
 

બ્રિક્સ પે v/s સ્વિફ્ટ: શું તે SWIFT ની જગ્યા લઈ શકે છે?

 
વિશ્લેષકોનું સ્પષ્ટ માનવું છે કે બ્રિક્સ પેનો હેતુ SWIFT ને રાતોરાત પૂરી રીતે ખતમ કરવાનો નથી, પરંતુ તેની સમાંતર એક સુરક્ષિત વિકલ્પ ઊભો કરવાનો છે.
 
SWIFT નો એડવાન્ટેજ: સ્વિફ્ટ પાસે દાયકાઓમાં વિકસિત થયેલું વિશાળ વૈશ્વિક નેટવર્ક, આંતરરાષ્ટ્રીય ધોરણો અને વિશ્વસનીયતા છે.
 
બહુભ્રુવીય વ્યવસ્થા (Pluralistic System): પ્રો. એલેજાન્દ્રો રેયેસના મતે, અસલી બદલાવ એ હશે કે વૈશ્વિક ચૂકવણી પ્રણાલી હવે વિભાજિત અને બહુલવાદી બનશે, જ્યાં ઘણી પ્રણાલીઓ એકસાથે કામ કરશે.
 
તકનીકી પડકાર: નેટિક્સિસના મુખ્ય અર્થશાસ્ત્રી એલિસિયા ગારસિયા હેરેરોના જણાવ્યા અનુસાર, સૌથી મોટો સવાલ એ છે કે શું ભારતની UPI, ચીનની CIPS અને બ્રાઝિલની Pix જેવી અલગ-અલગ ઘરેલુ પ્રણાલીઓને બ્રિક્સ પે દ્વારા કોઈપણ અડચણ વગર એકસાથે જોડી શકાશે કે નહીં.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

રાઈઝ એંડ ફૉલ સીઝન 2 દ્વારા વીરેન્દ્ર સહેવાગનો નવો દાવ, 15 સેલિબ્રિટીઝની વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ

આગળનો લેખ
Show comments