Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરજીલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.

Updated: શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026 (10:16 IST)
અરજીલેખન
અરજીલેખન કેવી રીતે કરશો 
* અરજીલેખન ના માળખામાં મુખ્ય બે ઘટકોનો સમાવેશ થાય છે 
1. બાહ્યઅંગ 2. આંતરિક અંગ... 
 
* અરજીલેખનના બાહ્ય અંગમાં ત્રણ બાબતોના સમાવેશ થાય છે. 
1. શરૂઆત 
2. સંબોધન અને 
3. સમાપન 
 
* અરજીલેખનના આંતરિક અંગ ખૂબજ મહત્વનું છે. જેમાં અરજી કરવા પાછળનો હેતુ, અરજીની સંપૂર્ણ વિગત તથા અરજીના હાર્દનો સમાવેશ થાય છે...
* અરજીની શરૂઆતમાં  અરજી લખનારે પોતાનું નામ, પુરૂં સરનામું તથા અરજી કર્યાની તારીખ લખવાની રહે છે. 
 
* ત્યારબાદ સંબોધનમાં, જે અધિકારીને અરજી કરવાની હોય તેનો હોદ્દો, વિભાગ અને કચેરી અને શહેરનું નામ અરજીપત્રમાં ડાબી બાજુએ લખવાના રહે છે. 
 
* ત્યારબાદ અરજીના વિષયના મુદ્દામાં, અધિકારીના પદ વેગેરેના ઉલ્લેખ પછી 'વિષય' એવું મથાળું બાંધી, જે બાબતે અરજી કરી હોય તેનો સંક્ષેપમાં (એક 
 
બે વાકયમાં) નિર્દેશ કરવાનો રહે છે. 
 
* ત્યારપછી અરજીની વિગતો સ્પષ્ટ રીતે રજૂ કરતું મુખ્ય લખાણ લખવાનું હોય છે. જે અરજીનું હાર્દ ગણાય છે. 
 
* મુખ્ય લખાણ લખાઈ જાય પછી, નવા ફકરામાં આ વિષયમાં આપશ્રી ઘટતું કરશો તો હું આપનો આભારી થઈશ'. એવા અર્થવાળું 'આભારદર્શન'નું વાકય 
 
અચૂક લખવાનું રહે છે. 
 
* 'આભારદર્શન પછી અરજી કરનારે 'આપનું વિશ્વાસુ'- એમ લખીને એની નીચે પોતાની સહી અને એની નીચે કૌંસમાં પોતાનું પૂરું નામ લખવાનું રહે છે. 
 
* બીડાણ-અરજી સાથે કોઈ વિગત કે માહિતીના અલગ કાગળો જોડવાના હોય તે 'બીડાણ' લખીને દર્શાવવાના રહે છે. 
 
* ધંધાદારી કે વ્યવસાયિક પત્રોમાં કુશળ સમાચાર જેવી બાબતોને સ્થાન હોઈ શકે નહિ...
* વિષયની રજૂઆત મુજબ પત્રમાં ફકરા પાડવા જોઈએ. પત્ર પરીક્ષકને વાંચવો ગમે એ રીતે સુવાચ્ય હસ્તાક્ષરે અને યોગ્ય જગ્યા રાખીને લખવો જોઈએ. 

Edited By- Monica Sahu

વધુ જુઓ..

અમદાવાદમાં જળભરાવથી પરેશાન નાગરિકો માટે રાહત: અમિત શાહના પત્ર બાદ AMC એક્શનમાં, માસ્ટર પ્લાન તૈયાર

પાલતુ પીટ બુલ્સ ખતરનાક છે, ભાડા માટે ઘર શોધી રહેલા પટિયાલામાં દંપતી પર હુમલો

બલૂચિસ્તાનમાં સ્વતંત્રતા ઉજવણીથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને મધ્યરાત્રિએ હવાઈ હુમલો કર્યો, જેમાં 9 બાળકો અને 7 મહિલાઓ સહિત 28 લોકો માર્યા ગયા

ઇન્દોરના ખજરાના ગણેશ મંદિરમાં દાન પેટીઓ ખુલી, ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ નોટોની ગણતરી, ચાર સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ; કેટલું દાન કરવામાં આવ્યું?

લદ્દાખના લેહમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા. તીવ્રતા જાણો.

વધુ જુઓ..

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

રસ્તા પર પડેલી આ વસ્તુઓ પર ભૂલથી પણ ન મુકશો પગ, જીવનમાં વધવા માંડે છે નેગેટીવ પ્રભાવ, જાણો શું છે ધાર્મિક માન્યતાઓ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

Independence day Nibandh 15 ઓગસ્ટ વિશે નિબંધ

15 મી ઓગસ્ટ સ્પીચ/ સ્વતંત્રતા દિવસ સ્પીચ

આગળનો લેખ
Show comments