"દહેજ પ્રથા'/ દહેજ-એક સામાજિક દૂષણ / મોંઘો દહેજ સસ્તી દીકરી

મોનિકા શાહૂ| Last Updated: ગુરુવાર, 18 એપ્રિલ 2019 (10:01 IST)
1.મુદ્દા દહેજપ્રથા એટલે શું 2. આ દૂષણ આવ્યું કયાંથી? 3. દહેજપ્રથાની ભયાનકતા 4. દહેજ: એક સામાજિક દૂષણ 5. દહેજપ્રથા પર પ્રતિબંધ 6. મહિલામંડળો જાગૃત બને 7. ઉપસંહાર 
દહેજ એટલે લગ્ન પ્રસંગે કન્યાપક્ષ તરફથી અપાતી ભેટસોગાદ! એમાં સુવર્ણના દાગીના, તાંબા-પિતળ-સ્ટીલના વાસાણો, લુગડાલતાં, રોકડ-રકમ ઉપરાંત સ્ટીલનું કબાટ, કૂલર, ફ્રીજ, ટીવી, સ્કૂટર, મોટર, બંગલો, જમીન- જાયદાદ, કાર વગેરે અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.કન્યાપક્ષ આપરા થાકી જાય પણ વરપક્ષ લેતા કદી ન થાકે ન ધરાત એવી જો  કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ! કેટલીક જ્ઞાતિઓમા એ 'પૈઠણ' કે 'વાંકડો' જેવા શબ્દોથી પણ ઓળખાય છે. કન્યાના બાપની કમર તોડી નાખે અને એને જિંદગીભર દેવાદાર કે ગુલામ બનાવી દે એવી જો  કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ! દહેજ ઓછી પડે યા અધૂરી રહે તો કન્યા એના સાસરિયાં ફોલી ખાય, મ્હેણા ટોણાં મારીને હેરાન-પરેશાન કરી નાખે અને સાસુ-નણદ જો ગોઝારાંને નિર્દય હોય તો કેવળ આ દહેજની ઉણપ ખાતર વહુને જીવતી બાળી મૂકે યા આત્મહત્યા કરવાની ફરજ પાડે! આટલા પરથી તમને ખયાલ આવી ગયો હશે કે એક જમાનામાં હૈયાના ઉમળકાથી અને હૃદયની ઉદારતાથી પોતાની કન્યાને કન્યાદાનમાં માબાપ તરફથી આ 'શીખ',ધીરે ધીરે વિકૃત સ્વરૂપ પામીને અત્યારે કેટલીક હદ સુધી ત્રાસજનક થઈ પડી છે. કે આપણે એને એક "સામાજિક દૂષણ" કહેવા મજબૂર થઈ ગયા છીએ! 
 
તમે છાશવારે પેપરમાં વાંચતા હશો કે 'દહેજ'  ઓછી પડે એટલે ફલાણા ગામના પાદરેથી જાન પાછી વળી ગઈ! ... ફલાણા ગામની કન્યાએ કૂવો પૂર્યો ... ફલાણા પટેલની દીકરીને એના સાસરિયાંએ તગડી મૂકી! .. કોડભરી નવવધૂને સાસરિયાએ જીવતી સળગાવી દીધી.!કારણ માત્ર એક જ: દહેજ! પચાસ તોલાના સોનાના દાગીના આપીને કે જમાઈરાજાને અમેરિકા ભણવા મોકલવાનો ખર્ચ આપીને કે પચાસ હજારના બંગલો ચરણમાં ઘરી દઈને પોતાની કન્યાના "હાથ પીળા કરનાર" માબાપનો આત્મા અંદરખાનેથી કેટલો  કકળતો કે બળી જતો હશે એ તો એક ભગવાન સિવાય બીજું કોઅણ જાણે છે! કેટલીક જગાએ તો દીકરાના સાઅરિયા પાસેથી એક હાથે દહેજ લઈને બીજા હાથે, પોતાની દીકરીના સાસરિયાંને એ પધરાવી દેવાતી હોય છે. એ રીતે  આ દહેજનું "વિષચક્ર" એવું ચાલતું હોય છે કે પછી જેને ત્યાં કન્યાનો જન્મ થયો એ માબાપને તો એમજ  થાય કે આ 'પથરો' અમારે ત્યાં ક્યાં જન્મયો? ... આ 'સાપનો ભારો' હવે શે ઉચકાશે?...આના કરતાં તો જન્મતાંવેત કન્યાને 'દૂધ પીતી' કરી દેવાન રિવાજ હતો તે શો ખોટો હતો? ...
 
છેલ્લા એક દાયકાથી આપણા દેશમાં 'દહેજ પ્રથા' સામે ઉહપોહ અને ખળભળાટ મચી ગયો છે. જાગૃત સ્ત્રી સમાજ, મહિલા મંડળો, સમજ ક્લ્યાણની સંસ્થાઓ, શિક્ષિત નારી કેન્દ્ર અને ખુદ સરકાર પણ આ દહેજના સામાજિક દૂષણને નાથવા, નિયંત્રિત કરવા કે નષ્ટ કરવા કટિબદ્ધ થયાં છે. રેડિયો અને ટીવી જેવા લોકશિક્ષણના માધ્યમ દ્વારા નાટકો, ચલચિત્રો, પ્રવચનો, પ્રહસનો પ્રસારિત કરીને ચારે બાજુએથી દહેજપ્રથાના અનિષ્ટો સામે જબરો પ્રત્યાઘાત આપવાના વ્યવસ્થિત પ્રયાસો થઈ રહ્યા છે. કેટલીક જ્ઞાતિઓના યુવકમંડળોએ તો 'સમૂહલગ્ન' ની એક નવતર યોજના સાકાર કરીને 'દહેજ નાબૂદી ઝુંબેશ' ના શ્રીગણેશ કર્યા છે. રાજ્ય સરકારો પણ હવે તો આ સામાજિક  દૂષણને કાયદાથી દાબી દેવા માટે કટિબદ્ધ થઈ છે. આજના આ ભીષણ મોંઘવારીના જમાનામાં કન્યાના માબાપ આર્થિક રીતે બરબાદ કરી નાખતી આ પ્રથા થોડી અંકુશમાં આવે એ માટે યુદ્ધના ધોરણે જલદ અને અસરકારક પગલાં ભર્યા વિના હવે છૂટકો નથી. 
 
દહેજનું આ દૂષણ કાયદાથી નાથવા કરતા જો સ્વેચ્છાએ, સમજપૂર્વક અને શાણાપણથી દૂર કરી શકાય તો કોઈનેય મનદુ:ખ થાય નહિ અને કોઈનોય જીવ બળે નહિ. જ્ઞાતિની શિક્ષિત યુવાપેઢી જો આ માટે ખભેખભે મિલાવે,યુવકો-યુવતીઓ અંદરોંદર સમજૂતી કરી લે અને વગર પલ્લે પરણવાની પહેલ કરે તો જૂની  પેઢી જોતી રહી જાય અને આ સાંસ્કૃતિક દૂષણને ભૂષણમાં ફેરવાઈ જતાં વાર ન લાગે... 
 આ પણ વાંચો :