Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

Updated: ગુરુવાર, 10 એપ્રિલ 2025 (00:29 IST)
5 Secrets  For Fit And Healthy 'બચી જાય જે યુવાનીમાં દુનિયાની હવાઓથી તે ઈશ્વર છે, માણસ નહીં' યુવાનીમાં આપણે સમસ્યાઓ પાછળ દોડીએ છીએ, વૃદ્ધાવસ્થામાં સમસ્યાઓ આપણી પાછળ દોડે છે. પણ કલ્પના કરો કે જો વૃદ્ધાવસ્થા ક્યારેય ન આવે તો કેવું રહે. શરીર ભલે વૃદ્ધ થઈ જાય પણ દિલ  હંમેશા બાળક જ રહેવું જોઈએ. તો જ તમે જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો. તમારા મનને યુવાન રાખો,   વિશ્વાસ કરો કે તમે ક્યારેય વૃદ્ધ નહીં થાઓ.  અહીં વૃદ્ધત્વ ન હોવું તેનો અર્થ છે  જીવનમાં 10 કિંમતી વર્ષો વધારવાનો. હા, કેટલીક આદતો અપનાવીને તમે તમારી ઉંમર 10 વર્ષ વધારી શકો છો.
 
તમારી ઉંમર 10 વર્ષ વધારવાના ફક્ત 1-2 નહીં પરંતુ 5  સિક્રેટસ  છે. તમે બધા નોંધી લો, નંબર 1 - અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ ૩૦ મિનિટ વોક કરો. આનાથી માંદગીના દિવસોમાં 43% ઘટાડો થાય છે. નંબર-2: પાંચ-બે સૂત્રનું પાલન કરો, એટલે કે 5 દિવસ સામાન્ય ખોરાક લો અને 2 દિવસ ફાસ્ટિંગ કરો. નંબર-3, અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ એવી કસરત કરો કે 8-10 મિનિટ સુધી શ્વાસ ફૂલવાની સ્થિતિ ઉભી થાય, તેનાથી મસલ્સની ગ્રોથ થાય છે અને રોગોનું જોખમ 30% ઓછું થાય છે. નંબર-4 દરરોજ 20 મિનિટ મેડીટેશન કરો, આનાથી શરીરના સેલ્સ ઓછા ડેમેજ થશે અને આયુષ્ય વધશે. નંબર-5, આ કામ બધા કરે છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. જ્યારે તમે પાણી પીઓ છો, ત્યારે તેને એક જ વારમાં ન પીવો, પરંતુ તેને થોડા થોડા ઘૂંટમાં પીવો. આ એકાગ્રતા વધારે છે, થાક ઘટાડે છે અને સાંધા મજબૂત રાખે છે.
 
10 વર્ષ ઉંમર વધારવાનો ફોર્મ્યુલા
 
અઠવાડિયામાં 5 દિવસ
30 મિનિટ ચાલો
રોગનું જોખમ 43% ઓછું
 
નંબર 2
5-2 નું સિક્રેટ 
5 દિવસ સુધી સામાન્ય ખોરાક લો.
2 દિવસ ફાસ્ટિંગ કરો 
 
નંબર 3
અઠવાડિયામાં ૩ દિવસ
હાઈ ઈટેસિટી વર્ક આઉટ 
 
નંબર-4
દરરોજ 20 મિનિટ ધ્યાન
શરીરના કોષોને થતું નુકસાન ઓછું થશે
સ્નાયુઓની વૃદ્ધિ વધશે
રોગોનું જોખમ 30% ઓછું થાય છે
 
નંબર-5
પાણી ઘૂંટ ઘૂંટ  પીઓ
એકાગ્રતા વધે છે
થાક ઘટાડે છે
સાંધા મજબૂત બને છે
 
જો તમે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ છોડી દો અને તમારા જીવનમાં આ 5 બાબતો અપનાવો અને લાંબા સમય સુધી તેનું સતત પાલન કરો, તો તમે ઘણી ખતરનાક બીમારીઓથી બચી શકો છો. તમે હાર્ટ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવા લાઈફસ્ટાઈલ સંબંધિત રોગોથી બચી શકો છો.

વધુ જુઓ..

સમાજસેવક અન્ના હજારેની તબિયત લથડી, મુંબઈની એક હોસ્પિટલમાં કરાયા દાખલ

દિલ્હીની એક પ્રતિષ્ઠિત શાળામાં 3 વર્ષની બાળકી પર ચાર વખત જાતીય હુમલો કરવામાં આવ્યો; ડ્રાઇવરની ધરપકડ

અમેરિકા સાથે તણાવ, ચીન અને રશિયા સાથે નિકટતા, શા માટે SCO સમિટમાં પીએમ મોદી પર કેમ ટક્યુ છે દુનિયાનુ ધ્યાન ?

H-1B વીઝાનો ઝટકો બનશે નવી તક, ભારતમાં મળી શકે છે ગ્લોબલ પેકેજવાળી જોબ્સ, જાણો કેવી રીતે બદલાય રહ્યુ છે IT સેક્ટરનુ ગણિત ?

ભાયલી ગેંગરેપ કેસ: વડોદરા પોક્સો કોર્ટે 5 આરોપીઓને ફટકારી અંતિમ શ્વાસ સુધીની સજા

વધુ જુઓ..

નાગ પાંચમ 2026 - ક્યારે છે નાગપાંચમ ? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને નાગ પાંચમની કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 સપ્ટેમ્બર, 2026

ગુજરાતમાં ક્યારે છે મોટી શીતળા સાતમ 2026 ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને શીતળા સાતમની વ્રત કથા

રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય

રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી

આગળનો લેખ
Show comments