ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?
Heart Attack Pain Feeling દિલ જ્યાં સુધી ધબકે છે, ત્યાં સુધી શ્વાસ ચાલે છે. પણ હૃદયના ધબકારા બંધ થતાં જ માણસનું જીવન સમાપ્ત થઈ જાય છે. તેથી, હાર્ટના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસોમાં જે રીતે ઝડપથી વધારો થયો છે તે દર્શાવે છે કે દિલ પર ખતરો મંડરાઈ રહ્યો છે. હાર્ટ એટેક આવે તે પહેલાં શરીર ઘણા સંકેતો આપે છે. જેને હાર્ટ એટેકના શરૂઆતના લક્ષણો કહેવામાં આવે છે. ઘણી વખત લોકો આ લક્ષણોને સમજી શકતા નથી અથવા તેમને નાના સમજીને અવગણે છે. જેના કારણે મૃત્યુનું જોખમ અનેક ગણું વધી જાય છે. તાજેતરના એક ખાનગી ચેનલ દ્વારા ડૉક્ટર સાથે વાત કરી એ જાણવાની કોશિશ કરી કે હાર્ટ એટેક પહેલા શરીરમાં કયા લક્ષણો દેખાય છે
હાર્ટ એટેક આવતા 90 ટકા લોકો એટેકના એક અઠવાડિયા પહેલા અથવા 4-6 દિવસ પહેલા હાર્ટ એટેક સંબંધિત કેટલાક લક્ષણો અનુભવે છે, જે તેઓ ક્યારેક સમજી શકતા નથી અથવા નજર અંદાજ કરે છે. જેમ કે કેટલાક લોકો કહે છે કે વોક કરતી વખતે તેમને છાતીમાં ભારેપણું અનુભવાયું. કેટલાક લોકોને બપોરના ભોજન પછી ખૂબ જ ઓડકાર, ગેસ અને પરસેવો થાય છે, પછી તેઓ ગેસની ગોળી લે છે અને રાહત અનુભવે છે. હાર્ટના કેસોમાં મોટાભાગના લોકો ગેસ સાથે કન્ફયુઝ થાય છે.
હાર્ટ એટેક આવે તે પહેલાં કેવું લાગે છે?
હાર્ટ એટેકનો દુખાવો હૃદયથી શરૂ થાય અને ડાબા હાથ તરફ જ જાય તો જરૂરી નથી કે તે હાર્ટ એટેક ના હુમલાનો કેસ છે. કેટલાક લોકો આવીને પોતાનો હાથ કે આંગળી મૂકે છે અને કહે છે કે તેમને અહીં ખંજવાળ આવી રહી છે. તે સોયની જેમ ખૂપી રહ્યું છે. તે સામાન્ય રીતે હૃદય સાથે જોડાયેલું નથી. કારણ કે હૃદયમાં દુખાવો સમગ્ર છાતીમાં થાય છે. બંને હાથમાં ભારેપણું અનુભવાય છે. તમને તીવ્ર દુખાવો થતો નથી, તમે અસ્વસ્થતા અનુભવો છો. જ્યારે સ્થિતિ ગંભીર પીડા સુધી પહોંચે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
હાર્ટ એટેકનો દુખાવો ક્યાં થાય છે?
ડોક્ટરે કહ્યું કે હાર્ટ એટેકનો દુખાવો બંને હાથમાં જઈ શકે છે. તે છાતીમાંથી ખભા સુધી જઈ શકે છે. પાછળ અને ગરદન સુધી જઈ શકે છે. કેટલાક લોકો કહે છે કે એવું લાગે છે કે તેમના ગળામાં ફાંસી લગાવી હોય તેવું લાગે છે. આ હાર્ટ એટેકને કારણે પણ થઈ શકે છે. આ દુખાવો ગરદનથી લઈને પેટના ઉપરના ભાગ સુધી ગમે ત્યાં થઈ શકે છે. તે અસ્વસ્થતા, ભારેપણું, અગવડતાથી શરૂ થાય છે અને પીડા રહે છે. જ્યારે તમને દુખાવો થાય, ત્યારે સમજો કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. તેથી, હૃદયરોગના હુમલાના શરૂઆતના લક્ષણો ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો કહે છે કે અમે વોક કરતા હતા અને ભારે લાગ્યું અને બેસે ગયા તો રાહત મળી. આ એન્જાઈનાનું લક્ષણ છે અને તેને કોઈપણ સંજોગોમાં અવગણવું જોઈએ નહીં.
કોને હૃદયરોગનો હુમલો થવાનું જોખમ વધારે છે?
જો તમારા પરિવારમાં કોઈને દિલની બીમારી હોય કે હાર્ટ એટેક આવ્યો હોય. તેનો માતલબ તમારી ફેમિલીમાં હાર્ટ હિસ્ટ્રી છે કોઈને હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ છે. આવા લોકોએ જો કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક જાણ કરવી જોઈએ. જ્યારે ઘણા બધા જોખમી પરિબળો એકસાથે આવે છે, ત્યારે હૃદયરોગના હુમલાનું જોખમ અનેક ગણું વધી જાય છે.